કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ કર્ણાટક વિધાનસભા ચૂંટણી કાર્યક્રમની જાહેરાત બાદ આજે પ્રથમવાર રાજ્યના પ્રવાસે આવશે
Live TV
-
વરિષ્ટ ભાજપ નેતા અને કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ કર્ણાટક વિધાનસભા ચૂંટણી કાર્યક્રમની જાહેરાત બાદ આજે પ્રથમવાર રાજ્યના પ્રવાસે આવશે. તેઓ 10 મેના રોજ યોજાનાર વિધાનસભાની ચૂંટણી માટે પાર્ટીની તૈયારીની સમિક્ષા કરશે.તેઓ મૈસુરના દેવનહલ્લીમાં રોડ શો કરશે.દેવનહલ્લી ટીપુ સુલતાનનું જન્મ સ્થળ છે. અમિત શાહ દેવનહલ્લીમાં ભાજપના ઉમેદવાર માટે પ્રચાર કરશે. કર્ણાટકમાં ગઇકાલે ઉમેદવારી કરવાનો આખરી દિવસ હતો.આજે ઉમેદવારી પત્રની ચકાસણી શરૂ થશે.. અહી રાજ્યમાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે આ ચૂંટણીમાં મુખ્ય મુકાબલો થશે. આ વખતે જે.ડી.એસ અલગ ચૂંટણી લડી રહી છે.
ચૂંટણી પંચ આજે આ ઉમેદવારી પત્રોની ચકાસણી કરશે. 24 એપ્રિલ સુધી નામાંકન પરત ખેંચી શકાશે.
મોટાભાગના ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવતા પહેલા રોડ શો અને ચૂંટણી રેલીઓ યોજી હતી. રાજ્યમાં 10 મેના રોજ મતદાન થશે અને 13 મેના રોજ મતગણતરી થશે
