કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે વીડિયો કોન્ફરન્સ દ્વારા લોન્ચ કરી 'ગ્રામીણ જ્ઞાન સેતુ' એપ
Live TV
-
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે વીડિયો કોન્ફરન્સ દ્વારા લોન્ચ કરી 'ગ્રામીણ જ્ઞાન સેતુ' એપ
રાષ્ટ્રીય પુસ્તકાલય દિવસના અવસર પર કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી 'ગ્રામીણ જ્ઞાન સેતુ' એપનું ઈ-લોકાર્પણ કર્યું છે. આ મહત્વપૂર્ણ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય ગાંધીનગર લોકસભા મતવિસ્તાર અંતર્ગત આવતા ગામડાઓમાં બાળકો અને યુવાનોમાં વાંચનની ટેવને પ્રોત્સાહિત કરવાનો તેમજ તેમને પોતાના જ ગામમાં જ્ઞાનના વિશાળ સંસાધનો ઉપલબ્ધ કરાવવાનો છે.
ગામડાઓ સુધી પુસ્તકો પહોંચાડવાની વિશેષ વ્યવસ્થાઆ વર્ચ્યુઅલ કાર્યક્રમને સંબોધતા ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, બાળકોમાં પુસ્તકો પ્રત્યે રૂચિ વધે અને તેઓ જ્ઞાનના સાગરમાં ડૂબકી લગાવવા પ્રેરિત થાય તે માટે ખાસ પુસ્તકોની યાદી તૈયાર કરવામાં આવી છે. ગ્રામીણ વિસ્તારો સુધી નિયમિતપણે પુસ્તકોની આપ-લે થઈ શકે તે માટે સાંસદ સ્થાનિક વિસ્તાર વિકાસ ભંડોળ અંતર્ગત ખાસ વાનની વ્યવસ્થા કરવામાં આવી છે. આ વાન દર પખવાડિયાએ ગામડાઓની મુલાકાત લઈ અગાઉ આપેલા પુસ્તકો પરત મેળવશે અને એપ પર નોંધાયેલા નવા પુસ્તકો ગ્રામીણ પુસ્તકાલયો સુધી પહોંચાડશે.
આ ‘હબ એન્ડ સ્પોક’મોડેલ આધારિત ડિજિટલ પહેલથી ગ્રામીણ ક્ષેત્રના વિદ્યાર્થીઓ અને યુવાનોને આધુનિક શૈક્ષણિક સુવિધાઓનો સીધો લાભ મળશે.
