કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ NFSU ખાતે 11મી ઇન્ટરપોલ DFEG-મીટિંગનું ઉદ્ઘાટન સોમવારે કરશે
Live TV
-
અમિત શાહ, કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી, ભારત સરકાર તા.13 જુલાઈ, 2026ના રોજ ગાંધીનગર સ્થિત નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી (NFSU) ખાતે ઇન્ટરપોલ ડિજિટલ ફોરેન્સિક એક્સપર્ટ ગ્રૂપ (DFEG) મીટિંગની 11મી આવૃત્તિનું ઉદ્ઘાટન કરશે.
આ ઉદ્ઘાટન સમારોહમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ; ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને NFSUના કુલપતિ ડૉ. જે.એમ. વ્યાસ ઉપસ્થિત રહેશે. આ પ્રસંગે 47 દેશોના પ્રતિનિધિઓ, કાયદા અમલીકરણ એજન્સીઓના વરિષ્ઠ અધિકારીઓ હાજરી આપશે. ઉલ્લેખનીય છે કે, વર્ષ-2022 પછી બીજી વખત આ પ્રતિષ્ઠિત ફોરમનું આયોજન કરીને NFSU વૈજ્ઞાનિક રીતે ગુનાહિત તપાસને આગળ વધારવામાં વિશ્વકક્ષાએ મદદ કરી રહ્યું છે.
આ વૈશ્વિક બેઠકના ઉદ્ઘાટન સમારોહ અંતર્ગત NFSU ખાતે
1.સેન્ટર ઓફ એક્સેલન્સ ઇન ફાઇનાન્શિયલ ક્રાઇમ ઇન્વેસ્ટિગેશન (આ એક AI-આધારિત ડેટા તપાસ કેન્દ્ર હશે જે 360-ડિગ્રી સ્તરે નાણાકીય છેતરપિંડીની તપાસ કરશે.),
2.સેન્ટર ઑફ એક્સેલન્સ ઇન મીડિયા ફોરેન્સિક્સ (ભારતનું પ્રથમ સેન્ટર ઑફ એક્સેલન્સ ઇન મીડિયા ફોરેન્સિક્સ, જ્યાં પત્રકારો સેલિબ્રિટીઝના ઇન્ટરવ્યૂ, પોડકાસ્ટિંગ અને ફોરેન્સિક પત્રકારત્વમાં કૌશલ્ય પ્રાપ્ત કરીને વ્યાવસાયિક રીતે કુશળ બને છે) 3.સેન્ટર ઓફ એક્સેલન્સ ઇન ક્રાઇમ સીન મેનેજમેન્ટ (જે ગુનાની તપાસ સંબંધિત પરંપરાગત પદ્ધતિઓ અને અત્યાધુનિક ટેકનોલોજી આધારિત ફોરેન્સિક વિજ્ઞાન પ્રક્રિયાઓ વચ્ચે સેતુ બનશે),
4.સાયબર ફોરેન્સિક ઇન્વેસ્ટિગેશન વાન (એશિયાની પ્રથમ અત્યાધુનિક ડિજિટલ ફોરેન્સિક ક્ષમતાઓથી સંપૂર્ણ સજ્જ મોબાઇલ ફોરેન્સિક લેબોરેટરી છે. આ મેક-ઇન-ઇન્ડિયા વાન, NFSU (ઇન્સ્ટિટ્યૂશન ઑફ નેશનલ ઇમ્પોર્ટન્સ), ગૃહ મંત્રાલય, ભારત સરકાર દ્વારા બનાવવામાં આવી છે, જે ગુનાના સ્થળે પહોંચી પુરાવાઓની તાત્કાલિક પુનઃપ્રાપ્તિ, વિશ્લેષણ અને રિપોર્ટિંગ માટે સક્ષમ છે) અને
5.અત્યાધુનિક ડિજિટલ ફોરેન્સિક્સ અને સાયબર સુરક્ષા ટેકનોલોજીના ક્ષેત્રમાં કામ કરતી કંપનીઓનું પ્રદર્શન (આ પ્રદર્શનમાં 30 થી વધુ બહુરાષ્ટ્રીય કંપનીઓ જેવી કે Google (અમેરિકા), Cellebrite (ઇઝરાયેલ), Amped (ઇટાલી), Ditigo Global (યુકે), MH સર્વિસ (યુએઈ) પોતાની નવી ટેક્નોલોજી અને સાધનો પ્રદર્શિત કરશે.તા.15 જુલાઈ, 2026ના રોજ ઇન્ટરપોલના સહયોગથી NFSU ખાતે ‘AI-સક્ષમ ડિજિટલ ફોરેન્સિક ઇન્વેસ્ટિગેશન’ વિષય પર પ્રથમ ઇન્ટરનેશનલ ઇન્વેસ્ટિગેશન કોમ્પિટિશન (આંતરરાષ્ટ્રીય તપાસકર્તા સ્પર્ધા) અને શિખર સંમેલન પણ યોજાશે. આ કાર્યક્રમનો હેતુ વિશ્વભરના અગ્રણી નિષ્ણાતો, તપાસકર્તાઓ, ફોરેન્સિક વ્યાવસાયિકો અને શિક્ષણવિદોને એક મંચ પુરો પાડીને ગુનાહિત તપાસ અને ફોરેન્સિક વિજ્ઞાનમાં નવીનતા, સહયોગ અને શ્રેષ્ઠતાને આપવાનો છે.
