Skip to main content
Settings Settings for Dark

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી અને દિલ્હીના સી.એમ. રેખા ગુપ્તા દ્વારા 6-લેન DND-સોહના રાજમાર્ગનું નિરીક્ષણ

Live TV

X
  • કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી અને દિલ્હીના સી.એમ. રેખા ગુપ્તા દ્વારા 6-લેન DND-સોહના રાજમાર્ગનું નિરીક્ષણ

    દિલ્હી-NCRમાં ટ્રાફિકની સમસ્યા હળવી કરવા અને કનેક્ટિવિટીને વધુ મજબૂત બનાવવાના હેતુથી નિર્માણ પામી રહેલા મહત્વકાંક્ષી હાઈવે પ્રોજેક્ટની કામગીરીની સમીક્ષા કરવામાં આવી છે. કેન્દ્રીય સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરી અને દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ સંયુક્ત રીતે 6-લેનના એક્સિસ નિયંત્રિત 'DND-સોહના રાજમાર્ગ' (રાષ્ટ્રીય ધોરીમાર્ગ સંખ્યા: 148-NA) નું હવાઈ તેમજ સ્થળ પર જઈને ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું. આ હાઈવે કાર્યરત થવાથી દિલ્હી અને તેની આસપાસના સેટેલાઈટ શહેરો વચ્ચેનો પ્રવાસ સમય ખૂબ જ ઘટી જશે.  4 હજાર 463 કરોડના ખર્ચે 59 કિલોમીટર લાંબો હાઈવે બનાવવામાં આવ્યો છે.

    આ પ્રમુખ શહેરો વચ્ચે જોડાણ સરળ બનશે

    આ હાઈવે દિલ્હી-NCRના આર્થિક અને રહેણાંક હબ સમાન વિવિધ મહત્વના વિસ્તારોને એકસૂત્રે જોડશે. આ પ્રોજેક્ટ પૂર્ણ થતાં દિલ્હી અને નોયડા, ગાઝિયાબાદ,ફરીદાબાદ , ગુરુગ્રામ,  સોહના શહેરો વચ્ચે વાહનવ્યવહાર અત્યંત ઝડપી અને સરળ બનશે.
     
    નિરીક્ષણ દરમિયાન કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે, આ હાઈવે માત્ર અંતર જ નહીં ઘટાડે, પરંતુ ઈંધણની બચત અને પ્રદૂષણમાં પણ મોટો ઘટાડો લાવશે. દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ પણ આ પ્રોજેક્ટને દિલ્હી-NCRના વિકાસ માટે ગેમ-ચેન્જર ગણાવ્યો હતો અને કામગીરી નિયત સમયમર્યાદામાં પૂર્ણ કરવા પર ભાર મૂક્યો હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 22-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-05-2026 Max Temp : °C Min Temp : °C
apply