કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલયે તમામ ખાનગી સેટેલાઇટ ટીવી ચેનલો માટે સૂચના જારી કરી
Live TV
-
કુદરતી આપત્તિના કવરેજમાં દર્શાવાતા દ્રશ્યો સમય અને તારીખ સાથે દર્શાવવા સૂચના આપી
કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલયે તમામ ખાનગી સેટેલાઈટ ટીવી ચેનલો માટે સૂચના જારી કરી છે. કુદરતી આપત્તિના કવરેજમાં દર્શાવાતા દ્રશ્યો સમય અને તારીખ સાથે દર્શાવવા સૂચના આપવામાં આવી છે.
એડવાઈઝરીમાં જણાવવામાં આવ્યું છે કે, જ્યારે પણ કોઈ આપત્તિ અથવા કુદરતી આફત આવે છે ત્યારે ટીવી ચેનલો ઘણા દિવસો સુધી સતત કવરેજ આપે છે, પરંતુ જે દિવસે ઘટના બની તે દિવસથી વારંવાર ફૂટેજ બતાવે છે. જેનાથી દર્શકોમાં બિનજરૂરી મૂંઝવણ અને સંભવિત ગભરાટ પેદા થાય છે. ટીવી ચેનલોનેએ સુનિશ્ચિત કરવાની સલાહ આપવામાં આવી છે કે, આવી ઘટનાઓના વિઝ્યુઅલમાં દર્શકોમાં કોઈ ગેરસમજ ન થાય તે માટે ફૂટેજની ટોચ પર ‘તારીખ અને સમય’ સ્ટેમ્પ પ્રદર્શિત થવો જોઈએ. ટીવી ચેનલોને પણ આવી ઘટનાઓનું પ્રસારણ કરતી વખતે પ્રોગ્રામ કોડનું પાલન કરવાનું કહેવામાં આવ્યું છે.
