Skip to main content
Settings Settings for Dark

કેરળ - કોચીન શિપયાર્ડમાં બ્લાસ્ટ, 4ના મોત

Live TV

X
  • કેરળ - કોચીન શિપયાર્ડમાં બ્લાસ્ટ, 4ના મોત

    કેરળના કોચ્ચિન શિપયાર્ડમાં વિસ્ફોટ થતાં મોટી દૂર્ઘટના સર્જાઈ છે. જેમાં ચાર લોકોનાં મોત નિપજ્યાં છે, જ્યારે 13 લોકો ઈજાગ્રસ્ત થયાં છે. હાલ તો આ વિસ્ફોટ કઈ રીતે થયો, તે અંગે કોઈ જ જાણકારી મળી નથી. જો કે પ્રાથમિક વિગત મુજબ ONGCનું સાગર ભૂષણ નામનું આ શિપ સમારકામ માટે કોચ્ચિન શિપયાર્ડ લવાયું હતું. આ દરમિયાન વોટર ટેન્કમાં બ્લાસ્ટ થયો હતો. જે બાદ અહીં આગ લાગી ગઈ હતી, જેના પર કાબૂ મેળવવાના પ્રયાસો શરૂ કરાયાં છે. ઘટનાસ્થળે બચાવ દળના સભ્યો પહોંચી ગયા છે. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા છે. તો પોલીસે પણ સુરક્ષાને ધ્યાનમાં રાખીને સમગ્ર વિસ્તાર કોર્ડન કરી દીધો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
apply