કેરળ વિધાનસભા ચૂંટણી: ઉમેદવારી પત્રોની ચકાસણી શરૂ
Live TV
-
કેરળ વિધાનસભા ચૂંટણી: ઉમેદવારી પત્રોની ચકાસણી શરૂ, પ્રચાર અભિયાન તેજ
કેરળમાં આગામી 9 એપ્રિલ, 2026 ના રોજ યોજાનારી વિધાનસભા ચૂંટણી માટેની પ્રક્રિયા હવે નિર્ણાયક તબક્કામાં પહોંચી છે. ગઇકાલે (23 માર્ચ) ફોર્મ ભરવાની મુદત પૂરી થયા બાદ, આજે 24 માર્ચ ના રોજ રાજ્યભરમાં ભરાયેલા ઉમેદવારી પત્રોની ચકાસણી કરવામાં આવશે.
નામાંકન પ્રક્રિયા:
રાજ્યની 140 બેઠકો માટે મોટી સંખ્યામાં ઉમેદવારોએ પોતાના ફોર્મ ભર્યા છે. એરનાકુલમ જેવા જિલ્લાઓમાં જ 120 થી વધુ ઉમેદવારો મેદાનમાં છે. મુખ્ય ત્રણ મોરચાઓ—સત્તાધારી LDF (ડાબેરી મોરચો), વિરોધ પક્ષ UDF (કોંગ્રેસ પ્રેરિત મોરચો) અને NDA (ભાજપ પ્રેરિત મોરચો)—એ પ્રચારમાં પોતાની પૂરી તાકાત લગાવી દીધી છે. મુખ્યમંત્રી પિનરાઈ વિજયન રાજ્યવ્યાપી પ્રવાસ કરી રહ્યા છે, જ્યારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને ભાજપના કેન્દ્રીય મંત્રીઓ પણ ટૂંક સમયમાં રાજ્યમાં પ્રચાર રેલીઓ ગજવશે.
મહત્વની તારીખો:
ઉમેદવારી પત્રો પર ખેંચવાની છેલ્લી તારીખ 26 માર્ચ છે. ત્યારબાદ ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થશે. 4 મે ના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે. કેરળમાં અત્યારે રાજકીય ગરમાવો પણ તેની ચરમસીમાએ છે.
