કેવડિયા ખાતે 17 એકર જમીનમાં વિશ્વ આરોગ્ય ઔષધીય વન ખાતે યોગ ગાર્ડન બનાવાયું
Live TV
-
31 ઓક્ટોબરના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવા નર્મદા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી આવવાના છે. ત્યારે કેવડિયા ખાતે 17 એકર જમીનમાં વિશ્વ આરોગ્ય ઔષધીય વન ખાતે યોગ ગાર્ડન બનાવવામાં આવ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી યોગને ખાસ પ્રાધાન્ય આપે છે, ત્યારે આ વિશ્વ આરોગ્ય ઔષધીય વન ગુજરાત વન વિભાગ દ્વારા બનાવવામાં આવ્યું છે. જેમાં 1000થી વધારે આયુર્વેદિક છોડ ઉગાડવામાં આવ્યા છે. અહીંયા પ્રવાસીઓને સૌથી વધુ ઓક્સિજન મળે એવી વ્યવસ્થા છે. તેમજ પ્રવાસીઓ રાત્રી રોકાણ કરે તો આ વિશ્વ આરોગ્ય ઔષધીય વનમાં આવીને યોગ પ્રાણાયામ કરે એવી વ્યવસ્થા કરવામાં આવી છે.
