કોમર્શિયલ સેટેલાઈટ લોન્ચિંગમાં આજે ISRO ની એક મોટી ઉડાન, TELEOS-2 ઉપગ્રહનું થશે પ્રક્ષેપણ
Live TV
-
ઇસરો લોન્ચિંગ માટે PSLV-C- 55નો ઉપયોગ કરશે.
ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંસ્થાન (ISRO) આજે શ્રી હરિકોટાના સતીષ ધવન અંતરિક્ષ કેન્દ્ર ખાતેથી બપોરે 2:19 વાગ્યે સિંગાપોરના Teleos-2 ઉપગ્રહનું,, પ્રક્ષેપણ કરશે. ઇસરો લોન્ચિંગ માટે PSLV-C- 55નો ઉપયોગ કરશે. ઇસરોનું આ ભરોસાપાત્ર રોકેટ રહ્યું છે. Teleos-2 તે એક પૃથ્વી અવલોકન ઉપગ્રહ છે, જે 741 કિલો વજન ધરાવે છે. સહ-યાત્રી ઉપગ્રહ લ્યૂમેલાઈટ-4 પણ છોડવામાં આવશે, જેનું વજન 16 કિલોગ્રામ છે. જેમાં Synthetic Aperture Radar ટેકનોલોજીનો ઉપયોગ થયો છે. તે એક મીટરના Resolution સાથે ડેટા પ્રદાન કરે છે. ઉપગ્રહને ફેબ્રુઆરીમાં સિંગાપોરથી ભારત લાવવામાં આવ્યો હતો. આ ઉપગ્રહ, વિવિધ એપ્લિકેશન માટે ઇમેજરી પ્રદાન કરશે. Aviation દુર્ઘટનાઓના કિસ્સામાં, શોધ અને બચાવ કામગીરી માટે પણ તે કામ લાગશે.
