કોલકાતામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સ્મૃતિ મહોત્સવનો પ્રારંભ કરાવશે
Live TV
-
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે કોલકાતામાં ‘ભારત કેસરી’ શ્યામા પ્રસાદ મુખર્જીની ૧૨૫મી જન્મજયંતિના સ્મૃતિ મહોત્સવમાં અધ્યક્ષતા કરશે. સંસ્કૃતિ મંત્રાલય અને પશ્ચિમ બંગાળ સરકારના સહયોગથી મિલન મેળા પ્રાંગણમાં આ વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે કોલકાતામાં ‘ભારત કેસરી’ શ્યામા પ્રસાદ મુખર્જીની 125મી જન્મજયંતિના સ્મૃતિ મહોત્સવમાં અધ્યક્ષતા કરશે. સંસ્કૃતિ મંત્રાલય અને પશ્ચિમ બંગાળ સરકારના સહયોગથી મિલન મેળા પ્રાંગણમાં આ વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
કાર્યક્રમની મુખ્ય વિશેષતાઓ:
શ્રદ્ધાંજલિ અને શિલાન્યાસ: ગૃહમંત્રી અમિત શાહ ભવાનીપુર સ્થિત શ્યામા પ્રસાદ મુખર્જીના નિવાસસ્થાને તેમને પુષ્પાંજલિ અર્પણ કરશે. ત્યારબાદ, તેઓ ઇકો પાર્ક ખાતે મુખર્જીની 125 ફૂટ ઊંચી પ્રતિમા માટે ભૂમિપૂજન અને શિલાન્યાસ કરશે.વિશેષ પ્રદર્શન: મિલન મેળા પ્રાંગણમાં મુખર્જીના જીવન અને તેમના રાષ્ટ્રનિર્માણમાં આપેલા યોગદાનને દર્શાવતું એક વિશેષ પ્રદર્શન પણ યોજાશે. જેમાં દુર્લભ તસવીરો અને ઐતિહાસિક દસ્તાવેજો દ્વારા તેમના શૈક્ષણિક અને રાજકીય સુધારાઓને ઉજાગર કરવામાં આવશે.
સાંસ્કૃતિક અંજલિ: કાર્યક્રમમાં ‘વંદે માતરમ્’ના સામૂહિક ગાન બાદ પદ્મશ્રી તરુણ ભટ્ટાચાર્યના નિર્દેશનમાં "સૂર, સંસ્કૃતિ એવં રાષ્ટ્ર" નામનો ભવ્ય સંગીતમય કાર્યક્રમ રજૂ કરવામાં આવશે. જેમાં દેશભરના 57 જેટલા કલાકારો ભાગ લેશે.
અગ્રણીઓની ઉપસ્થિતિ: આ કાર્યક્રમમાં કેન્દ્રીય સંસ્કૃતિ અને પર્યટન મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવત, મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારી, મુખ્ય સચિવ મનોજ અગ્રવાલ સહિતના મહાનુભાવો ખાસ હાજરી આપશે.
ભારત સરકારે 2025માં શ્યામા પ્રસાદ મુખર્જીની 125મી જન્મજયંતિની બે વર્ષીય રાષ્ટ્રવ્યાપી ઉજવણીની જાહેરાત કરી હતી, જેનો ઉદ્દેશ્ય તેમના રાષ્ટ્રવાદ અને જાહેર સેવાના આદર્શોને નવી પેઢી સુધી પહોંચાડવાનો છે.
