Skip to main content
Settings Settings for Dark

કોવિડ-19 રસીકરણઃ આજે બધા રાજ્યોમાં રસીકરણનો ડ્રાય રન

Live TV

X
  • કેન્દ્ર સરકારે બધા રાજ્યોને રસીકરણ માટે તૈયાર રહેવાના આદેશ આપ્યા છે ત્યારે આજે પુરા દેશમાં ડ્રાય રન એટલે કે રસીકરણની પ્રક્રિયાની ટ્રાયલ યોજાશે. આજે બધા રાજ્યોની રાજધાનીઓમાં ઓછામાં ઓછા ત્રણ સ્થળો પર રસીકરણની ટ્રાયલ કરવાનુ આયોજન કરવાનો કેન્દ્ર સરકારે પ્રસ્તાવ આપ્યો છે.

    કેન્દ્ર સરકારે બધા રાજ્યોને રસીકરણ માટે તૈયાર રહેવાના આદેશ આપ્યા છે ત્યારે આજે પુરા દેશમાં ડ્રાય રન એટલે કે રસીકરણની પ્રક્રિયાની ટ્રાયલ યોજાશે. આજે બધા રાજ્યોની રાજધાનીઓમાં ઓછામાં ઓછા ત્રણ સ્થળો પર રસીકરણની ટ્રાયલ કરવાનુ આયોજન કરવાનો કેન્દ્ર સરકારે પ્રસ્તાવ આપ્યો છે.

    આ પહેલાં કેન્દ્રિય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે કોરોના રસીકરણની તૈયારી માટે બધા રાજ્યોના મુખ્ય સચિવો અને અન્ય અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી બેઠક કરી હતી. આ બેઠકમાં કોરોના રસીકરણની પ્રક્રિયા દરમ્યાન આવતા પ્રશ્નો, મુશ્કેલીઓ વગેરે પર ચર્ચા કરાઈ હતી. આ બેઠકમાં કેન્દ્ર સરકાર તરફથી આજે બધા રાજ્યોમાં કોરોના રસીકરણની પ્રક્રિયાનો ડ્રાય રન કરવાનુ આયોજન કરાયુ હતુ.

    રસીકરણના ડ્રાય રનમાં રસીકરણની તમામ પ્રક્રિયાનો ટ્રાયલ કરવામાં આવશે જેમાં મુખ્યત્વે co-WIN એપ્લિકેશન જે રસીકરણ માટે બનાવાઈ છે તેનો પણ ટ્રાયલ થશે. આ એપ્લિકેશનથી જ રસીકરણની તમામ પ્રક્રિયા ઓનલાઈન કરાશે. આ ડ્રાય રનમાં તમામ સંસાધનો, વીજળી, નર્સિંગ સ્ટાફ, મેડિકલ ઓફિસરને રસીકરણ દરમ્યાન જે પ્રશ્નો નડતર રુપ થશે તેની જાણકારી પણ મળશે જેથી જ્યારે રસી આપવાની શરુઆત થાય ત્યારે કોઈ અવરોધ વગર લોકોને રસી આપી શકાય. આ પહેલાં ગુજરાતમાં 28-29 ડિસેમ્બરે ડ્રાય રનનુ આયોજન કરાયુ હતુ.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
apply