Skip to main content
Settings Settings for Dark

ખાંડના વેપારીઓ માટે ખાંડની સ્ટોક હોલ્ડિંગ મર્યાદા ઘટાડીને 2,000 ક્વિન્ટલ કરવામાં આવી

Live TV

X
  • નવી સ્ટોક મર્યાદાનો ઉદ્દેશ્ય સંગ્રહખોરી અને સટ્ટાકીય વેપારને અટકાવવાનો, પૂરતી ઉપલબ્ધતા અને ભાવ સ્થિરતા સુનિશ્ચિત કરીને ગ્રાહકોના હિતનું રક્ષણ કરવાનો છે.

    સરકારી બજારમાં ખાંડની પૂરતી ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા અને ખાંડની સંગ્રહખોરી તથા સટ્ટાકીય વેપારને રોકવા માટે ભારત સરકારે 15 સપ્ટેમ્બર, 2026 થી 30 નવેમ્બર, 2026 સુધી અમલી બને તે રીતે ખાંડના વેપારીઓ માટે સ્ટોક હોલ્ડિંગ મર્યાદા 4,000 ક્વિન્ટલથી ઘટાડીને 2,000 ક્વિન્ટલ કરી છે. વર્તમાન સમયમાં, દેશભરમાં ખાંડના વેપારીઓ પર 4,000 ક્વિન્ટલની સ્ટોક હોલ્ડિંગ મર્યાદા 1 ઓગસ્ટ, 2026 થી અમલમાં છે. સરકારે હવે સ્ટોક હોલ્ડિંગ મર્યાદા ઘટાડીને 2,000 ક્વિન્ટલ કરીને વધુ પગલાં લીધાં છે. સુધારેલી જોગવાઈઓ હેઠળ, 15મી સપ્ટેમ્બર, 2026થી અમલી બને તે રીતે, ખાંડના વેપારીએ આવો સ્ટોક મળ્યાની તારીખથી 30 દિવસથી વધુ સમયગાળા માટે કોઈ સ્ટોક રાખવો નહીં. દેશભરમાં કોઈપણ સમયે અને કોઈપણ સ્થળે 2,000 ક્વિન્ટલથી વધુ ખાંડ સ્ટોકમાં રાખવી નહીં.

    જો કે, પ્રદેશની વિશિષ્ટ બજાર જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને, કોલકાતા અને તેના વિસ્તૃત મેટ્રોપોલિટન વિસ્તારો માટે સ્ટોક હોલ્ડિંગ મર્યાદા 4,000 ક્વિન્ટલ રહેશે. કોલકાતા પ્રદેશ, ઉત્તર પ્દેશ અને મહારાષ્ટ્રમાંથી ખાંડ મેળવે છે અને ઉત્તર-પૂર્વીય પ્રદેશ સહિત દેશના પૂર્વ ભાગમાં સપ્લાય કરે છે. તેથી, કોલકાતા અને તેના વિસ્તૃત મેટ્રોપોલિટન વિસ્તારો માટે 4,000 ક્વિન્ટલની પ્રવર્તમાન મર્યાદા જાળવી રાખવામાં આવી છે. આ પગલાંનો ઉદ્દેશ્ય સંગ્રહખોરીને વધુ અટકાવવાનો, સટ્ટાકીય વેપારને નિરુત્સાહિત કરવાનો અને ખાંડના સ્ટોકના અતિશય સંચયને રોકવાનો છે. તે સપ્લાય ચેઇન દ્વારા ખાંડની વ્યવસ્થિત અવરજવરને સુગમ બનાવશે અને ગ્રાહકોને વાજબી ભાવે તેની સતત ઉપલબ્ધતા સુનિશ્ચિત કરશે.

    સઘન મોનિટરિંગ અને ભૌતિક ચકાસણી

    સરકારે ખાંડ મિલો, ડીલરો અને વેપારીઓને આવરી લેતા દેશભરમાં ખાંડના સ્ટોકની સઘન મોનિટરિંગ અને ભૌતિક ચકાસણી હાથ ધરી છે. આ કવાયતે અતિશય સ્ટોક રાખવાના કિસ્સાઓ, માહિતી જાહેર ના કરવી અને ખાંડના સ્ટોકના પરિવહન તથા વેચાણમાં અનિયમિતતાઓની ઓળખ કરવામાં મદદ કરી છે. આ હસ્તક્ષેપો અને બજારની સુધારેલી ઉપલબ્ધતાના પરિણામે, તાજેતરના દિવસોમાં એક્સ-મિલ ખાંડના ભાવમાં આશરે 20% નો ઘટાડો થયો છે. રિટેલ ભાવમાં પણ ઘટાડાનું વલણ જોવા મળ્યું છે અને એક્સ-મિલ ભાવોમાં થયેલા ઘટાડાને અનુસરવાની અપેક્ષા છે.

    નિયમિત સ્ટોક ડિક્લેરેશન અને સતત મોનિટરિંગ

    સરકાર ખાંડના બજારના વિકાસ પર નજીકથી નજર રાખી રહી છે અને ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગના ઓનલાઈન પોર્ટલ દ્વારા ખાંડના સ્ટોકના નિયમિત ડિક્લેરેશન અને અપડેટિંગ માટેની પદ્ધતિ પણ ગોઠવી છે. ખાંડ મિલો, ડીલરો અને વેપારીઓને આવરી લેતા દેશભરમાં ખાંડના સ્ટોકની ભૌતિક ચકાસણી આવનારા અઠવાડિયામાં ચાલુ રહેશે. સરકાર ગ્રાહકોને ખાતરી આપે છે કે તે સ્થાનિક બજારમાં ખાંડની પૂરતી ઉપલબ્ધતા, વ્યવસ્થિત પુરવઠો અને ભાવ સ્થિરતા જાળવવા માટે તમામ જરૂરી પગલાં લઈ રહી છે, સાથે જ તે સુનિશ્ચિત કરી રહી છે કે વાસ્તવિક વેપાર અને વિતરણ પ્રવૃત્તિઓ કોઈપણ વિક્ષેપ વગર ચાલતી રહે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-09-2026 Max Temp : °C Min Temp : °C
apply