ખેડૂતના હિતમાં મોટો નિર્ણયઃ કેન્દ્રીય કેબિનેટે 13,966 કરોડની 7 યોજનાઓને આપી મંજૂરી
Live TV
-
વિવિધ યોજના અતર્ગત 2817 કરોડના ખર્ચે ડિજિટલ એગ્રીકલ્ચર મિશન, 3979 કરોડના ખર્ચે ફૂડ એન્ડ ન્યુટ્રિશન સિક્યુરિટી માટે ફાળવવામાં આવ્યા
કેન્દ્રીય કેબિનેટે સોમવારે ખેડૂતોના જીવન અને આજીવિકાને સુધારવા માટે કુલ 13,966 કરોડના ખર્ચ સાથે સાત મોટી યોજનાઓને મંજૂરી આપી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં, કેન્દ્રીય કેબિનેટે આજે સાત યોજનાઓને મંજૂરી આપી છે.
કેન્દ્રીય મંત્રી અશ્વની વૈષ્ણવે, આજે નેશનલ મીડિયા સેન્ટર ખાતે આ નિર્ણયોની માહિતી આપી હતી. વૈષ્ણવે કહ્યું કે,” સરકારે કૃષિ ક્ષેત્રને સુધારવા અને ખેડૂતોના જીવનને સુધારવા માટે, આજે સાત મોટા નિર્ણયો લીધા છે. આ અંતર્ગત રૂ. 2817 કરોડના ખર્ચે, ડિજિટલ એગ્રીકલ્ચર મિશન, 3979 કરોડના ખર્ચે ફૂડ એન્ડ ન્યુટ્રિશન સિક્યુરિટી માટે, પાક વિજ્ઞાન, 2291 કરોડના ખર્ચે વ્યવસ્થાપન અને સામાજિક વિજ્ઞાનનું મજબૂતીકરણ, 1702 કરોડના ખર્ચે સતત પશુધન આરોગ્ય અને ઉત્પાદન, કુલ રૂ. 860 કરોડમાં બાગાયતનો સતત વિકાસ, રૂ. 1,202 કરોડના ખર્ચ સાથે કૃષિ વિજ્ઞાન કેન્દ્રનું, મજબૂતીકરણ અને રૂ. 1,115 કરોડના ખર્ચ સાથે કુદરતી સંસાધન વ્યવસ્થાપન જેવા, સાત કાર્યક્રમોનો સમાવેશ થાય છે.”
