Skip to main content
Settings Settings for Dark

ખેડૂતોના હિત સાથે કોઈ બાંધછોડ નહીં થાય: PM મોદી

Live TV

X
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે નવી દિલ્હી ખાતે આયોજિત એમ.એસ. સ્વામીનાથન શતાબ્દી આંતરરાષ્ટ્રીય સંમેલનમાં ભાગ લીધો હતો. આ દરમિયાન તેમણે કૃષિ ક્ષેત્રમાં સ્વામીનાથનના યોગદાનને યાદ કરીને ખેડૂતોના ભવિષ્ય, તેમની આવક વૃદ્ધિ અને હિતોને લઈ કેન્દ્ર સરકારની પ્રતિબદ્ધતા પુનરાવૃત્તિ કરી હતી. આ પ્રસંગે વડાપ્રધાન મોદીએ ભાવુક ભાષણ આપતાં કહ્યું કે આપણા માટે આપણા ખેડૂતોના હિતો સર્વોચ્ચ પ્રાથમિકતા છે. ભારત પોતાના ખેડૂતો, પશુપાલકો અને માછીમાર ભાઈ-બહેનોના હિતો સાથે ક્યારેય સમજૂતો નહીં કરે.

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે નવી દિલ્હી ખાતે આયોજિત એમ.એસ. સ્વામીનાથન શતાબ્દી આંતરરાષ્ટ્રીય સંમેલનમાં ભાગ લીધો હતો. આ દરમિયાન તેમણે કૃષિ ક્ષેત્રમાં સ્વામીનાથનના યોગદાનને યાદ કરીને ખેડૂતોના ભવિષ્ય, તેમની આવક વૃદ્ધિ અને હિતોને લઈ કેન્દ્ર સરકારની પ્રતિબદ્ધતા પુનરાવૃત્તિ કરી હતી. આ પ્રસંગે વડાપ્રધાન મોદીએ ભાવુક ભાષણ આપતાં કહ્યું કે આપણા માટે આપણા ખેડૂતોના હિતો સર્વોચ્ચ પ્રાથમિકતા છે. ભારત પોતાના ખેડૂતો, પશુપાલકો અને માછીમાર ભાઈ-બહેનોના હિતો સાથે ક્યારેય સમજૂતો નહીં કરે.

    પીએમ મોદીએ આગળ જણાવ્યું કે "મને ખબર છે કે મને વ્યક્તિગત રીતે મોટી કિંમત ચુકવવી પડી શકે છે, પરંતુ હું તૈયાર છું. મારા દેશના ખેડૂતો માટે, માછીમારો માટે, પશુપાલકો માટે ભારત તૈયાર છે. ખેડૂતોની આવક વધારવા, ખેતી પર ખર્ચ ઘટાડવા અને નવા આવક સ્ત્રોત ઉભા કરવા માટે અમે સતત પ્રયાસ કરી રહ્યા છીએ." તેમણે કહ્યું કે અમારી સરકારે ખેડૂતોની શક્તિને દેશના વિકાસનો આધાર માની છે. છેલ્લા કેટલાક વર્ષોમાં જે નીતિઓ અમલમાં લાવવામાં આવી, તેમાં માત્ર સહાય નહીં પરંતુ ખેડૂતોમાં આત્મવિશ્વાસ જગાડવાનો પ્રયાસ પણ રહ્યો છે. પીએમ કિસાન સન્માન નિધિથી મળતી સીધી સહાયે નાના ખેડૂતોને આત્મબળ આપ્યું છે. પીએમ પાક વિમા યોજનાએ ખેડૂતોને જોખમથી રક્ષણ આપ્યું છે. પીએમ ધન ધાન્ય યોજના પણ મંજૂર કરવામાં આવી છે, જેમાં ખેતીમાં પાછળ પડેલા 100 જિલ્લાઓને પસંદ કરીને ત્યાં મદદ પહોંચાડવામાં આવશે.

    પીએમ મોદીએ ઉમેર્યું કે સિંચાઈની સમસ્યાઓનો ઉકેલ પીએમ કૃષિ સિંચાઈ યોજના દ્વારા લાવવામાં આવ્યો છે. 10,000 FPO (ફાર્મર્સ પ્રોડ્યૂસર ઓર્ગેનાઈઝેશન)ની રચનાએ નાના ખેડૂતોની સંઘટિત શક્તિને મજબૂત બનાવી છે. સહકારી અને સ્વસહાય જૂથોને મળેલી આર્થિક સહાયએ ગ્રામિણ અર્થતંત્રને નવી ગતિ આપી છે. ઈ-નામની મદદથી ખેડૂતો માટે તેમની ઉપજ વેચવી વધુ સરળ બની છે. પીએમ મોદીએ પોતાના ભાષણમાં જલવાયુ પરિવર્તનની પડકારજનક સ્થિતિનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે આપણે જલવાયુ પરિવર્તનથી ઊભા થયેલા પડકારોથી પરિચિત છીએ. આથી જલવાયુ-પ્રતિરોધી તથા તાપ-પ્રતિરોધી જાતો વિકસાવવાની જરૂરિયાત છે. સાથે જ, સસ્તા માટી પરીક્ષણ સાધનોની જરૂર પણ છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
apply