Skip to main content
Settings Settings for Dark

ગાંધીનગરથી રાષ્ટ્રવ્યાપી ‘તમારા પૈસા, તમારો અધિકાર’ નાણાકીય જાગૃતિ અભિયાનની શરૂઆત

Live TV

X
  • કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સિતારમનએ ગાંધીનગરથી ‘તમારા પૈસા, તમારો અધિકાર’ રાષ્ટ્રવ્યાપી નાણાકીય જાગૃતિ અભિયાન શરૂ કર્યું. અભિયાનનો હેતુ નાગરિકોને બિનદાવાપાત્ર નાણાં, જેમ કે બેંક થાપણો, વીમા, મ્યુચ્યુઅલ ફંડ અને પેન્શન, સુરક્ષિત રીતે પરત આપવા છે. આ અભિયાન ઓક્ટોબરથી ડિસેમ્બર 2025સુધી સમગ્ર દેશમાં ચાલશે. આ અભિયાનથી આશરે રૂ. 1.84 લાખ કરોડના બિનદાવાપાત્ર નાણાં નાગરિકોને પરત કરવામાં આવશે, જે તેમના પરિવારના વિકાસ માટે ઉપયોગી થશે. નાણા મંત્રી સિતારમનએ નાગરિકોને આ અભિયાનમાં ભાગ લેવા અને તેમના હકના નાણાં પરત મેળવવા માટે પ્રોત્સાહિત કર્યા છે.આ અભિયાન નાગરિકોને તેમના હકના નાણાં પરત મેળવવામાં મદદરૂપ થશે અને નાણાકીય સમાવેશને પ્રોત્સાહિત કરશે.

    ગાંધીનગરથી કેન્દ્ર સરકાર દ્વારા રાષ્ટ્રવ્યાપી નાણાકીય જાગૃતિ અભિયાન ‘તમારા પૈસા, તમારો અધિકાર’ની શુભારંભ સભ્યોએ ઉલ્લેખનીય બનાવ્યો. આ કાર્યક્રમમાં કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સિતારમનની અધ્યક્ષતા અને ગુજરાતના નાણા મંત્રી કનુભાઈ દેસાઈની ઉપસ્થિતિ રહી. કાર્યક્રમમાં ગાંધીનગર લોકસભા સાંસદ અને કેન્દ્રીય ગૃહ-સહકારિતા મંત્રી અમિતભાઈ શાહે અભિયાનની સફળતા માટે શુભેચ્છા પાઠવી.

    કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સિતારમનએ જણાવ્યું કે આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ નાગરિકોને તેમના દાવો ન કરાયેલા નાણાંની માહિતી પહોંચાડવી અને તેમને અથવા તેમના પરિવારને સુરક્ષિત રીતે પરત કરાવવી છે. દાવો ન કરાયેલા થાપણો, વીમા દાવાઓ, મ્યુચ્યુઅલ ફંડ, ડિવિડન્ડ્સ અને પેન્શન એ માત્ર કાગળની એન્ટ્રીઓ નથી, પરંતુ સામાન્ય નાગરિકો દ્વારા કમાયેલી મહામૂલ્યની બચત છે. તેમણે કહ્યું કે, તા. 31ઓગસ્ટ 2025 સુધી બેંકો અને નાણાકીય સંસ્થાઓ પાસે અંદાજે રૂ. 1.82 લાખ કરોડ અનક્લેમ્ડ રકમ પડેલી હતી, જે પરત થતાં ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારોને વિશાળ આર્થિક લાભ થશે.

    નાણા મંત્રીશ્રીએ આ અભિયાન માટે “3 A’s” – જાગૃતિ, સુલભતા અને કાર્યવાહી – પર ભાર મૂક્યો. જાગૃતિનો હેતુ નાગરિકોને દાવો ન કરાયેલા નાણાં શોધવા અંગે માહિતગાર કરવાનો છે, સુલભતા ડિજિટલ સાધનો અને જિલ્લા-સ્તરીય આઉટરીચ પર કેન્દ્રિત છે અને કાર્યવાહી સમયબદ્ધ અને પારદર્શક રીતે કરવામાં આવશે. તેમણે KYC અને RE-KYC ઝુંબેશમાં પ્રાદેશિક ગ્રામીણ બેંકો, ખાસ કરીને ગુજરાત ગ્રામીણ બેંક અને અન્ય નાણાકીય સંસ્થાઓની સક્રિય ભૂમિકાનું પણ સ્વીકાર કર્યું.

    ગુજરાતના નાણા મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું કે આ અભિયાન દેશના નાનાં અને મધ્યમવર્ગીય લોકો માટે આર્થિક આશીર્વાદરૂપ સાબિત થશે. તેમના જણાવ્યા પ્રમાણે, ગુજરાતમાં જાહેર ક્ષેત્રની બેંકોમાં અંદાજે રૂ. 2,500કરોડ અને વીમા ક્ષેત્રે રૂ. 235 કરોડ અનક્લેમ્ડ છે, જે લોકો સુધી પરત પહોંચાડવામાં આવશે. આ રકમ વિદ્યાર્થીઓ, આરોગ્ય અને પરિવારોના વિકાસ માટે ઉપયોગી રહેશે.

    કાર્યક્રમ દરમિયાન કેન્દ્રીય નાણા મંત્રી દ્વારા વિવિધ લાભાર્થીઓને તેમના નાણાં પરત આપવામાં આવ્યા. સાથે જ બેંક, મ્યુચ્યુઅલ ફંડ, વીમા અને પેન્શન ક્ષેત્રના પ્રદર્શન સ્ટોલ અને SOP, FAQ પુસ્તિકાનું વિમોચન કરવામાં આવ્યું. કાર્યક્રમમાં કેન્દ્રીય નાણા વિભાગના સચિવ, સંયુક્ત સચિવ, RBI, SEBI, IRDAI, PFRDA, IEPFA અને વિવિધ નાણાકીય સંસ્થાઓના પ્રતિનિધિઓ હાજર રહ્યા.

    નાણાકીય સેવાઓ વિભાગ (DFS) દ્વારા સંકલિત આ ઝુંબેશ બેંકો, વીમા કંપનીઓ, મ્યુચ્યુઅલ ફંડ્સ અને પેન્શન સંસ્થાઓ સાથે સહયોગથી ચાલે છે, જેનાથી નાગરિકોની બચત સલામત રીતે તેમને અને તેમના પરિવાર સુધી પહોંચે. આ અભિયાન જનધન યોજના, UPI અને ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર આધારિત છે અને નાગરિક-કેન્દ્રિત શાસન પ્રત્યે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રતિબદ્ધતા દર્શાવે છે.

    આ રાષ્ટ્રવ્યાપી ઝુંબેશ ઓક્ટોબરથી ડિસેમ્બર ૨૦૨૫ સુધી સમગ્ર ભારતમાં ચાલી રહેશે, જેના માધ્યમથી દાવો ન કરાયેલી નાણાકીય સંપત્તિઓ સરળ, પારદર્શક અને સુરક્ષિત રીતે લાભાર્થીઓ સુધી પહોંચાડવામાં આવશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
apply