ગૃહમંત્રી અમિત શાહે કાશી વિશ્વવિધ્યાલયના આંતરરાષ્ટ્રીય સેમિનારમાં ભાગ લીધો
Live TV
-
ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતું કે - ચંદ્રગુપ્ત વિક્રમાદિત્ય સાથે અન્યાય થયો હતો, સ્કંદગુપ્ત પર અભ્યાસ માટે કોઈ વ્યાપક સામગ્રી નથી. ઇતિહાસને ફરીથી લખવાની જરૂર પર પણ ભાર મૂક્યો
ગૃહમંત્રી અમિત શાહે કાશીવિશ્વવિધ્યાલયના બે દિવસીય આંતરરાષ્ટ્રીય સેમિનારમાં પોતાના વિચારો આપ્યા. તેમણે કહ્યું કે ઇતિહાસ ફરીથી લખવાની જરૂર છે કારણ કે ઇતિહાસમાં ઘણા વીર બહાદુરો સાથે અન્યાય કરવામાં આવ્યો હતો. ગૃહમંત્રીએ કહ્યું કે, ચંદ્રગુપ્ત વિક્રમાદિત્યને ખ્યાતિ મળી હોય પરંતુ તેમની સાથે ઇતિહાસ એ અન્યાય કર્યો છે. તેમણે સ્કંદગુપ્તના યોગદાનને યાદ કરતાં કહ્યું કે આજે જો કોઈ સ્કંદગુપ્તનો અભ્યાસ કરવા માટે 100 પાના માંગે છે, તો તે ઉપલબ્ધ નથી. આ સેમિનારમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સ્કંદગુપ્તના શાસનને સુવર્ણ યુગ ગણાવ્યું હતું અને કહ્યું હતું કે તેમના સમયમાં સર્વાંગી વિકાસ થયો હતો.
