Skip to main content
Settings Settings for Dark

ગેટવે ઑફ ઈન્ડિયા પાસે બોટ પલટી, ભારતીય કોસ્ટ ગાર્ડે બચાવ કામગીરી શરૂ કરી

Live TV

X
  • મુંબઈના ગેટવે ઓફ ઈન્ડિયાથી એલિફન્ટા જઈ રહેલી બોટ દરિયામાં પલટી ગઈ હતી. અત્યાર સુધીના સમાચાર મુજબ બોટમાં ક્રૂ સહિત 100થી વધુ મુસાફરો સવાર હતા. 13 લોકોના મૃત્યુ થયા હોવાની હાલ વિગત મળી છે.

    મળતી માહિતી મુજબ, એવું કહેવામાં આવી રહ્યું છે કે નીલકમલ નામની બોટમાં ક્રૂ સહિત કુલ 85 મુસાફરો સવાર હતા. જો કે બોટમાં કેટલા મુસાફરો હતા તે હજુ સુધી જાણી શકાયું નથી. નેવી, જેએનપીટી, કોસ્ટ ગાર્ડ, યલોગેટ પોલીસ સ્ટેશનની 3 બોટ અને સ્થાનિક માછીમારોની મદદથી ઘટનાસ્થળે બચાવ અને રાહત કામગીરી શરૂ કરવામાં આવી હતી. કોસ્ટ ગાર્ડ અને મરીન પોલીસની સાથે નેવી દ્વારા બચાવ પ્રયાસો શરૂ કરવામાં આવ્યા હતા. 11 નેવી બોટ, 3 મરીન પોલીસ બોટ અને 1 કોસ્ટ ગાર્ડ બોટ આ વિસ્તારમાં છે. આ સિવાય ચાર હેલિકોપ્ટર પણ બચાવ કાર્યમાં લાગેલા છે. એમ્બ્યુલન્સ પણ સ્થળ પર હાજર છે.

    અકસ્માતનું કારણ પણ હજુ સ્પષ્ટ થયું નથી. પ્રશાસન અને બચાવ ટીમ આ મામલે ઝડપથી કામ કરી રહી છે. મુસાફરોને સુરક્ષિત બહાર કાઢવા માટે તમામ શક્ય પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ડાઇવર્સને પણ દરિયામાં ઉતારવામાં આવ્યા છે. આ ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં જોઈ શકાય છે કે બોટ ધીમે ધીમે પાણીમાં ડૂબી રહી છે. લાઈફ જેકેટ પહેરીને લોકોને અન્ય બોટમાં ખસેડવામાં આવી રહ્યા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
apply