Skip to main content
Settings Settings for Dark

ગેસ સિલિન્ડરની ઝંઝટમાંથી મેળવો મુક્તિ, PNG કનેક્શન માટે સરકારે નિયમો હળવા કર્યા

Live TV

X
  • કુદરતી ગેસ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરવા અને 'ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેસ'માં સુધારો કરવાના પ્રયાસરૂપે, સરકારે આવશ્યક વસ્તુ અધિનિયમ, 1955 હેઠળ 'નેચરલ ગેસ એન્ડ પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ ડિસ્ટ્રિબ્યુશન ઓર્ડર, 2026'ની સૂચના આપી છે.

    પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલો આ આદેશ, દેશભરમાં પાઈપલાઈન નાખવા અને તેના વિસ્તરણ માટે એક સુવ્યવસ્થિત અને સમયબદ્ધ માળખું પૂરું પાડે છે. તે મંજૂરીઓમાં થતા વિલંબ અને જમીન સંપાદનની સમસ્યાઓનું નિરાકરણ લાવે છે, જેનાથી રહેણાંક વિસ્તારો સહિત તમામ જગ્યાએ નેચરલ ગેસ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો ઝડપી વિકાસ શક્ય બનશે. આ આદેશ તાત્કાલિક અસરથી અમલમાં આવે છે અને કાર્યક્ષમ ગેસ વિતરણ, ઈન્ફ્રાસ્ટ્રક્ચરના ઝડપી વિસ્તરણ અને સ્વચ્છ ઉર્જા સુધી સમાન પહોંચ માટે એક વ્યાપક, પારદર્શક અને રોકાણકાર-મૈત્રીપૂર્ણ માળખું સ્થાપિત કરે છે.

    આ આદેશનો ઉદ્દેશ્ય પાઈપ્ડ નેચરલ ગેસ (PNG) નેટવર્કના વિસ્તરણને સરળ બનાવવાનો, છેવાડાના વપરાશકર્તા સુધી કનેક્ટિવિટી સુધારવાનો અને રસોઈ, પરિવહન તેમજ ઔદ્યોગિક હેતુઓ માટે સ્વચ્છ બળતણ તરફ પરિવર્તનને પ્રોત્સાહન આપવાનો છે. આનાથી ઉર્જા સુરક્ષા મજબૂત થશે અને ભારતને ગેસ-આધારિત અર્થતંત્ર બનાવવામાં મદદ મળશે. એક સત્તાવાર નિવેદન અનુસાર, આ આદેશ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટમાં લાંબા સમયથી રહેલા પડકારો, નિયમનકારી અનિશ્ચિતતા અને મંજૂરીઓમાં થતા વિલંબને દૂર કરે છે, જ્યારે નેચરલ ગેસને એક મુખ્ય 'ટ્રાન્ઝિશન ફ્યુઅલ' તરીકે સ્થાપિત કરે છે.

    નિવેદનમાં જણાવાયું છે કે, "મૂળભૂત રીતે, આ સુધારો પ્રક્રિયાઓને સરળ બનાવીને, નિયમનકારી અવરોધો ઘટાડીને અને હિતધારકો માટે અનુમાનિત તેમજ પારદર્શક ઓપરેટિંગ વાતાવરણ બનાવીને 'ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેસ' માં નોંધપાત્ર સુધારો કરવા માટે તૈયાર કરવામાં આવ્યો છે." આ સુધારાનો ઉદ્દેશ્ય પારદર્શક અને અનુમાનિત નિયમનકારી માળખું પૂરું પાડવાનો છે. તે પાઈપલાઈન ઈન્ફ્રાસ્ટ્રક્ચર નાખવા, બાંધવા, ચલાવવા અને વિસ્તૃત કરવા માટે એક સ્પષ્ટ અને સમાન માળખું સ્થાપિત કરે છે અને પ્રમાણભૂત પ્રક્રિયાઓ તેમજ સમયરેખા રજૂ કરે છે, જે વહીવટી મનસ્વીતા ઘટાડે છે. તેમાં પ્રક્રિયાગત વિલંબને દૂર કરવા માટે 'ડીમ્ડ એપ્રૂવલ' (આપોઆપ મંજૂરી ગણવી) ની જોગવાઈઓ સાથે સમયબદ્ધ મંજૂરીઓ સુનિશ્ચિત કરવામાં આવી છે. પરવાનગીઓમાં પડતી મુશ્કેલી ઘટાડવા માટે તમામ અધિકારક્ષેત્રોમાં એક જ સુમેળભર્યું માળખું અને મનસ્વી વસૂલાત તેમજ ચાર્જિસને નાબૂદ કરવાની જોગવાઈ છે, જે પારદર્શિતા અને ખર્ચની ચોકસાઈની ખાતરી આપે છે.

    સરકારે જણાવ્યું હતું કે તે ભારતના ઉર્જા મિશ્રણમાં કુદરતી ગેસની ભૂમિકા વધારવા અને રોકાણ, નવીનતા અને ટકાઉપણું (સસ્ટેનેબિલિટી) ને પ્રોત્સાહન આપે તેવા નીતિ વિષયક વાતાવરણ જાળવી રાખવા માટે પ્રતિબદ્ધ છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
apply