ચક્રવાત 'દાના'ને પહોંચી વળવા ભારતીય નૌકાદળ હાઈ એલર્ટ પર, રાહત અને બચાવ કામગીરીની તૈયારીઓ પૂર્ણ
Live TV
-
ઓડિશા અને પશ્ચિમ બંગાળના દરિયાકાંઠે ચક્રવાત 'દાના' ત્રાટકવાની આશંકા વચ્ચે ભારતીય નૌકાદળની પૂર્વીય કમાન્ડ હાઈ એલર્ટ પર છે. નેવીએ કોઈપણ આપત્તિનો સામનો કરવા માટે રાહત અને બચાવ કામગીરીની તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે.
ઇસ્ટર્ન નેવલ કમાન્ડે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, આંધ્ર પ્રદેશ, ઓડિશા અને પશ્ચિમ બંગાળના નૌકા સત્તાવાળાઓ સાથે સંકલન કરીને વ્યાપક આપત્તિ પ્રતિભાવ મિકેનિઝમ સક્રિય કરવામાં આવ્યું છે. "બેઝ વિક્ચ્યુઅલિંગ યાર્ડ (BVY), મટિરિયલ ઓર્ગેનાઈઝેશન અને નેવલ હોસ્પિટલ INHS કલ્યાણી જેવા એકમોના સહયોગથી રાજ્ય વહીવટીતંત્ર દ્વારા માંગ પર આવશ્યક પુરવઠો અને તબીબી સહાય પણ પૂરી પાડવામાં આવશે." નૌકાદળે માનવતાવાદી સહાય અને આપત્તિ રાહત (HADR) કામગીરી માટે રાહત સામગ્રી અને બચાવ ટીમો સાથે બે નૌકા જહાજો તૈયાર રાખ્યા છે, જે કટોકટીની પરિસ્થિતિઓમાં સહાય પૂરી પાડશે.
ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, ચક્રવાત દાના છેલ્લા કેટલાક કલાકોથી 12 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ દિશા તરફ આગળ વધી રહ્યું છે. હાલમાં તે ઓડિશાથી લગભગ 240 કિલોમીટર દક્ષિણમાં અને પશ્ચિમ બંગાળથી લગભગ 310 કિલોમીટર દક્ષિણમાં આવેલું છે. ઓડિશાના ધામરા અને ભદ્રક વિસ્તારમાં લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવાનું કામ શરૂ થઈ ગયું છે. ઓડિશાના મુખ્યમંત્રી મોહન ચરણ માઝીએ કહ્યું, “રાજ્ય સરકાર ચક્રવાત 'દાના'ને ખૂબ જ ગંભીરતાથી લઈ રહી છે. કેન્દ્રપારા, ભદ્રક, બાલાસોર, જગતસિંહપુર અને પુરી જેવા અસરગ્રસ્ત જિલ્લાઓમાં તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે.
