Skip to main content
Settings Settings for Dark

ચક્રવાત નિવાર તમિલનાડુ અને પાંડુચેરીના તટીય વિસ્તારો પર ત્રાટકી શકે છે

Live TV

X
  • હવામાન વિભાગે આજે ચક્રવાત નિવારને લઈને કહ્યુ કે નિવાર આજે ભયાનક સ્વરુપ લઈ શકે છે, આજ સાંજ સુધી તમિલનાડુ અને પાંડુચેરીના તટીય વિસ્તારો પર ત્રાટકી શકે છે. જ્યા ૧૨૦ કિલોમિટર પ્રતિ કલાકથી લઈને ૧૩૦ કિલોમિટર પ્રતિ કલાલ ઝડપે પવન ફુંકાઈ શકે છે. તમિલનાડુ અને પાંડુચેરીના તટીય વિસ્તારોમા હાઈ એલર્ટ જાહેર કરાયુ છે. એનડીઆરએફ 30 ટીમો બચાવ કામગીરી માટે ઉતારી દિધી છે તેમજ વધુ ટીમોને હાઈ એલર્ટ પર રખાઈ છે. ચક્રવાત નિવારને લઇને પ્રાધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તમિલનાડુના મુખ્યમંત્રી પલાયનસ્વામી તેમજ પાન્ડુચેરીના મુખ્યમંત્રી વિનારાયણ સ્વામી સાથે ચક્રવાતને લઈને વાતચીત કરી છે. અને ભરોસો આપ્યો છે કે કેન્દ્ર સરકાર આ મુશ્કેલ સમયમા રાજ્યોને હર સંભવ મદદ કરશે. હવામાન વિભાગે પ્રેસ કોન્ફરસથી માહીતી આપી હતી કે 25થી 26 નવેમ્બરે તટીય વિસ્તારોમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જ્યારે 25 નવેમ્બરે તમિલનાડુ અને આંધ્રપ્રદેશના તટીય વિસ્તારોમાં ભારે વરસાદ થશે, સમુદ્રમાં 14મીટર ઊંચા મોજા ઉછળશે તેવી સંભાવનાને પગલે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી. મહત્વનુ છે કે બંગાળની ખાડીમાંથી ઉદભવેલુ હવાનુ દબાણ ચક્રવાતમાં પરિવર્તિત થયુ છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-07-2026 Max Temp : °C Min Temp : °C
apply