ચાર રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી માટે પ્રચાર તેજ, પ્રધાનમંત્રી આજે મધ્યપ્રદેશ અને છત્તીસગઢના પ્રવાશે
Live TV
-
ચાર રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી માટે પ્રચાર તેજ, પ્રધાનમંત્રી આજે મધ્યપ્રદેશ અને છત્તીસગઢના પ્રવાશે
પ્રધાનમંત્રીએ સૌથી પહેલા છત્તીસગઢના મુંગેલીમાં જનસભાને સંબોધિત કરી હતી.પ્રધાનમંત્રીએ વિજય સંકલ્પ મહારેલીને સંબોધિત કરતા કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા. આ જાહેરસભા બાદ ત્યારબાદ પ્રધાનમંત્રી બેમચા ભાથા મેદાન પહોચ્યા હતા અને ત્યાં તેઓએ એક વિશાળ જનસભાને સંબોધિત કરી હતી.છત્તીસગઢના પ્રવાસ બાદ પ્રધાનમંત્રી મધ્યપ્રદેશના બરવાનીમાં પહોંચશે. ત્યાં તેઓ એક ચૂંટણી રેલીને સંબોધિત કરશે.
મધ્યપ્રદેશમાં વિધાનસભા ચૂંટણીના પ્રચારને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. રાજ્યમાં 17 નવેમ્બરે મતદાન થશે. તમામ રાજકીય પક્ષો મતદારોને પોતાની તરફેણમાં જીતવા માટે તમામ શક્ય પ્રયાસો કરી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાંજે 4.30 કલાકે બરવાનીમાં ચૂંટણી રેલીને સંબોધિત કરશે.
કેન્દ્રીય ગૃહ પ્રધાન અને વરિષ્ઠ ભાજપના નેતા અમિત શાહ વિદિશા, ગુના, અશોક નગર અને દતિયા જિલ્લામાં ચૂંટણી રેલીઓ કરશે. કેન્દ્રીય મંત્રી નરેન્દ્ર સિંહ તોમર, જ્યોતિરાદિત્ય સિંધિયા અને ભૂપેન્દ્ર યાદવ અને આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમા વિવિધ મતવિસ્તારોમાં પ્રચાર કરશે.
કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધી ભોપાલ, નીમચ, તિમરનીમાં રોડ-શો કરશે. પૂર્વ મુખ્યમંત્રી કમલનાથ અને પાર્ટીના અન્ય નેતાઓ પણ ચૂંટણી રેલીઓ કરશે. સમાજવાદી પાર્ટી, બહુજન સમાજ પાર્ટી, આમ આદમી પાર્ટી, ગોંડવાના ગણતંત્ર પાર્ટી અને અપક્ષ ઉમેદવારો પણ જોરશોરથી પ્રચારમાં વ્યસ્ત છે. વિધાનસભા ચૂંટણીની મતગણતરી 3 ડિસેમ્બરના રોજ થશે.
