જુના ઇલેક્ટ્રીક વાહનોના વેચાણ પર લાગશે 18 ટકા જીએસટી- કાઉન્સીલનો નિર્ણય
Live TV
-
રાજસ્થાનના જેસલમેરમાં શનિવારે જીએસટી પરિષદની 55મી બેઠક મળી હતી. આ બેઠકનું અધ્યક્ષપદ નાણામંત્રી નિર્મલા સીતારમણે કર્યું હતું.બેઠક દરમિયાન જીએસટી કાઉન્સિલે કેટલાક મહત્ત્વના નિર્ણયો લીધા છે. તેમાં ઘણી ચીજવસ્તુઓ અને અને સેવાઓ પર જીએસટીના દર ઘટાડવામાં આવ્યા છે અથવા સંપૂર્ણ ખતમ કરવામાં આવ્યા છે.
રાજસ્થાનના જેસલમેરમાં જીએસટી કાઉન્સિલની 55મી બેઠક યોજાઈ હતી. જેમાં રાજ્ય તથા કેન્દ્ર સરકારે ટેક્સને લઈને મોટા નિર્ણય લીધા છે. બેઠક બાદ નાણામંત્રી નિર્મલા સીતારમણે પત્રકાર પરિષદ કરીને વિવિધ જાહેરાતો કરી તથા ટેક્સને લઈને અમુક મુદ્દાઓ પર સ્પષ્ટતા પણ આપી હતી.નાણામંત્રીએ કહ્યું હતું, કે હાલ સાદા પોપકોર્ન અને કેરેમલાઇઝ્ડ પોપકોર્ન અમુક રાજ્યોમાં નમકીનના રૂપમાં વેચવામાં આવી રહ્યા છે. કેરેમલાઇઝ્ડ પોપકોર્નમાં ખાંડ હોય છે, તેથી તેના પર અલગ ટેક્સ લાગુ થશે.' પોપકોર્ન પર હવે 5 ટકા, 12 ટકા અને 18 ટકા એમ ત્રણ અલગ અલગ કેટેગરીમાં ટેક્સ લાગશે. સાદા નમકવાળા પોપકોર્ન પર પાંચ ટકા, પેકેજ્ડ પોપકોર્ન પર 12 ટકા તથા કેરેમલવાળા પોપકોર્ન પર 18 ટકા GST લાગશે.
બેઠક દરમિયાન માહિતી સામે આવી હતી કે હવેથી જૂના વાહનો વેચવા પર 18 ટકા GST લાગશે. જોકે નાણામંત્રી સ્પષ્ટતા સાથે જણાવ્યું છે, કે હાલમાં નવા ઈલેક્ટ્રિક વાહનો પર પાંચ ટકા ટેક્સ લાગે છે. પણ જો હવેથી કોઈ કંપની ઈલેક્ટ્રિક, પેટ્રોલ કે ડીઝલ ગાડીઓ વેચશે તો જૂની કાર વિક્રેતાએ માર્જિન મૂલ્ય પર 18 ટકા GST આપવો પડશે. જોકે જો કોઈ સામાન્ય વ્યક્તિ બીજા કોઈ વ્યક્તિને વાહન વેચે છે તો તેને કોઈ ટેક્સ ભરવાનો રહેશે નહીં.
Zomato, Swiggy જેવી એપ્સ પર ઓનલાઇન ફૂડ ઑર્ડર કરવા પર GST ઓછા કરવા મુદ્દે કોઈ રાહત આપવામાં આવી નથી. હોટલ કે રેસ્ટોરન્ટમાં ભોજન પર GST 18 ટકાથી ઘટાડીને પાંચ ટકા કરવાનો પ્રસ્તાવ હતો, જોકે તેમાં પણ કોઈ રાહત આપવામાં આવી નથી. GSTની મીટિંગમાં ફ્લોર સ્પેસ ઇન્ડેક્સ પર રિવર્સ ચાર્જ હોવો જોઈએ કે નહીં તેના પર ચર્ચા થઈ હતી, જોકે કોઈ નિર્ણય સુધી પહોંચી પહોંચી શકાયું ન હતું. સીતારમણે કહ્યું છે, કે માનવામાં આવે છે કે ભૂમિ રાજ્યનો વિષય છે અને નિર્ણય લઈશું તો નગરપાલિકાની આવક પર તેની સીધી અસર થશે.
જીન થેરેપીને GSTના દાયરામાંથી બહાર કરવામાં આવી છે. ખેડૂતો હવે કાળી મરી અથવા કિશમિશના દાણા વેચે છે તો તેના પર કોઈ GST લેવામાં આવશે નહીં. હવેથી બે હજાર રૂપિયાથી ઓછું પેમેન્ટ કરતાં પેમેન્ટ એગ્રીગેટર્સને GSTમાં છૂટ આપવામાં આવશે. જો તેઓ લાંબા સમય માટે NBFCથી લોન લે છે તો પિનલ ચાર્જ પર પણ GST લાગશે નહીં. બેઠક પહેલાં આશા હતી કે હેલ્થ, ટર્મ અને લાઇફ ઇન્શ્યોરન્સના પ્રીમિયમ પર લાગતા GSTમાં રાહત મળશે. જોકે આજની બેઠકમાં આ મુદ્દે ચર્ચા તો થઈ પણ કોઈ જ રાહત આપવામાં આવી નથી. નોંધનીય છે કે પ્રીમિયમ પર 18 ટકા GST લાગે છે.
નાની કંપનીઓને રજિસ્ટ્રેશનમાં ઘણી સમસ્યાઓ આવી રહી છે. એવામાં હવે તેમાં સરળતા માટે સરકારે કોન્સેપ્ટ નોટ તૈયાર કર્યો છે. જેના માટે કાયદામાં બદલાવ કરી નવી રજિસ્ટ્રેશન પ્રોસેસ સરળ કરવામાં આવશે. આજે આ કોન્સેપ્ટ નોટને સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી છે. સીતારમણે જણાવ્યું હતું, કે ઓનલાઇન ગેમિંગ પર ટેક્સ મુદ્દે કોઈ ચર્ચા કરવામાં આવી નથી. ફોર્ટિફાઇડ ચોખા પર GST ઘટાડીને 5 ટકા કરવામાં આવ્યો છે. 50 ટકાથી વધુ ફ્લાઇ એશવાળા એ.સી.સી. બ્લોક પર GST 18 ટકાથી ઘટાડીને 12 ટકા કરવામાં આવ્યો છે.
ફોર્ટિફાઇડ કર્નેલ ચોખા પર જીએસટીનો દર ઘટાડીને પાંચ ટકા કરવામાં આવ્યો છે. જીન થૅરપી પર જીએસટી દર હટાવી દેવાયા છે. જમીનથી હવામાં પ્રહાર કરતી મિસાઇલનાં ઉપકરણો પર આઇજીએસટીની રાહત વધારાઈ છે. દેશની બહાર માલ મોકલતા વેપારીઓ પર લાગતો સેસ ઘટ્યો છે. બે હજારથી ઓછી ચુકવણીની સુવિધા આપનારને જીએસટીમાં રાહત મળશે. પરંતુ આ પેમેન્ટ ગેટવે અને ફિનટેક સર્વિસ પ્લૅટફૉર્મે જીએસટી ચૂકવવો પડશે. લોનની શરતો ન માનનાર પર બૅન્કો કે એનબીએફસી જે પેનલ્ટી લગાવે, તેના પર જીએસટી નહીં લાગે.તાત્કાલિક ડિલિવરીની સુવિધા આપતાં ઍપ્સ, ઇ-કૉમર્સ અને ફૂડ ડિલિવરી ઍપ્સ પર જીએસટી મિટિંગમાં ચર્ચા થઈ છે, પરંતુ ટૅક્સ વિશે નિર્ણય નથી લેવાયો.
