Skip to main content
Settings Settings for Dark

ઝારખંડના દિગ્ગજ નેતા શિબુ સોરેનના અંતિમ સંસ્કાર આજે તેમના પૈતૃક ગામમાં કરાશે

Live TV

X
  • ઝારખંડના દિગ્ગજ નેતા શિબુ સોરેનના અંતિમ સંસ્કાર આજે તેમના પૈતૃક ગામમાં કરાશે

    ઝારખંડ મુક્તિ મોરચા (JMM)ના સંરક્ષક અને ઝારખંડના રાજકારણના દિગ્ગજ નેતા શિબુ સોરેનનું નિધન થયું છે. તેમના અંતિમ સંસ્કાર આજે રામગઢ જિલ્લામાં આવેલા તેમના પૈતૃક ગામ નેમરા ખાતે કરવામાં આવશે. તેમનો પાર્થિવ દેહ ગઈકાલે વિમાન દ્વારા દિલ્હીથી રાંચી લાવવામાં આવ્યો હતો, જ્યાં મોટી સંખ્યામાં લોકો તેમને અંતિમ શ્રદ્ધાંજલિ આપવા માટે ઉમટી પડ્યા છે.

    શિબુ સોરેનના નિધનથી ઝારખંડના રાજકારણમાં શોકની લહેર વ્યાપી ગઈ છે. રાજ્ય સરકારે તેમના સન્માનમાં ત્રણ દિવસનો રાજકીય શોક જાહેર કર્યો છે. રાજ્યભરમાં સરકારી કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે અને રાષ્ટ્રીય ધ્વજ અડધી કાઠીએ ફરકાવવામાં આવશે. શિબુ સોરેનનું જનજાતિ સમુદાય અને રાજ્યના રાજકારણમાં મોટું યોગદાન રહ્યું છે, અને તેમના નિધનથી એક યુગનો અંત આવ્યો છે તેમ મનાઈ રહ્યું છે. તેમના અંતિમ દર્શન માટે રાજકીય નેતાઓ અને સામાન્ય જનતાની ભારે ભીડ ઉમટી રહી છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
apply