Skip to main content
Settings Settings for Dark

ટેસ્લાના CEO એલન મસ્કનો ભારત પ્રવાસ સ્થગિત

Live TV

X
  • અમેરિકન ઈલેક્ટ્રિક વાહન કંપની ટેસ્લાના CEO એલન મસ્કે, તેમની ભારતની મુલાકાત થોડા સમય માટે મુલતવી રાખવાનો નિર્ણય કર્યો છે. મસ્ક, 22 એપ્રિલે ભારત આવવાના હતા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવાના હતા. ગયા અઠવાડિયે જ, મસ્કે પોતે જ તેની એક્સ-હેન્ડલ પોસ્ટ પર ભારતની મુલાકાતની પુષ્ટિ કરી હતી.

    અહેવાલો અનુસાર, આ બાબતની જાણકાર વ્યક્તિએ એલોન મસ્કના ભારત પ્રવાસને સ્થગિત કરવાની પુષ્ટિ કરી છે. જો કે, આના કારણોનો ખુલાસો કરવામાં આવ્યો નથી. ટેસ્લા અને ભારત સરકારે હજુ સુધી આ અંગે કોઈ નિવેદન જારી કર્યું નથી. ટેસ્લાના પ્રથમ ક્વાર્ટરના પ્રદર્શનને લગતા પ્રશ્નોના જવાબ આપવા માટે 23 એપ્રિલના રોજ અમેરિકા માં કોન્ફરન્સ કોલને, કારણે મસ્કની ભારત મુલાકાત મુલતવી રાખવામાં આવી હોવાનું માનવામાં આવે છે. નોંધનીય છે કે, ટેસ્લાના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર એલન મસ્ક, 21-22 એપ્રિલના રોજ ભારત આવવાના હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2024 Max Temp : °C Min Temp : °C
apply