ડૉ.એસ.જયશંકર આજથી પોર્ટુગલ અને ઇટાલીની ચાર દિવસીય મુલાકાતે
Live TV
-
વિદેશ મંત્રી ડૉક્ટર એસ. જયશંકર આજથી પોર્ટુગલ અને ઇટાલીની ચાર દિવસીય મુલાકાતે જશે. જેનો ઉદ્દેશ્ય બે મોટા યુરોપીય દેશો સાથે ભારતના દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવવાનો છે.
પોર્ટુગલની મુલાકાત દરમિયાન, વિદેશમંત્રી તેમના સમકક્ષ વિદેશમંત્રી જોઆઓ ગોમ્સ ક્રેવિન્હો સાથે દ્વિપક્ષીય સંબંધોની સમગ્ર શ્રેણી અને પરસ્પર હિતના ક્ષેત્રીય અને બહુપક્ષીય મુદ્દાઓ પર ચર્ચા કરશે. તો ઇટાલીમાં, એસ જયશંકર ભારત-ઇટાલી સંસદીય મિત્રતા જૂથના સંયુક્ત સત્રને સંબોધશે.
