Skip to main content
Settings Settings for Dark

તમિલનાડુમાં હ્યુમન મેટાન્યૂમોવાઇરસના બે કેસની પુષ્ટિ થઈ

Live TV

X
  • ચીનમાં હ્યુમન મેટાન્યૂમોવાઇરસ (HMPV) ઝડપથી ફેલાઈ રહ્યો છે. આ વાઇરસ હવે ભારતમાં પણ ધીમે ધીમે ફેલાવા લાગ્યો છે. કર્ણાટક, મહારાષ્ટ્ર, ગુજરાત અને પશ્ચિમ બંગાળ પછી તામિલનાડુમાં પણ હ્યુમન મેટાન્યૂમોવાઇરસના બે કેસ નોંધાયા છે.

    અધિક મુખ્ય સચિવ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ, તમિલનાડુના જણાવ્યા અનુસાર, તમિલનાડુમાં હ્યુમન મેટાન્યૂમોવાઇરસ (HMPV)ના બે કેસની પુષ્ટિ થઈ છે, એક ચેન્નાઈમાં અને બીજો સાલેમમાં.

    મુખ્ય સચિવે કહ્યું કે બંને સંક્રમિત લોકોની હાલત સ્થિર છે. DIPR, તમિલનાડુ સરકાર, એક અખબારી યાદીમાં જણાવ્યું હતું કે HMPV એ નવો વાયરસ નથી. તેની ઓળખ વર્ષ 2001માં થઈ હતી. પર્યાપ્ત આરામ, સારી માત્રામાં પાણી પીવાથી અને યોગ્ય કાળજી લેવાથી આ વાઇરસ મટે છે.

    મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કર્ણાટકમાં અત્યાર સુધીમાં વાયરસના બે, મહારાષ્ટ્રમાં બે, ગુજરાતમાં એક, પશ્ચિમ બંગાળમાં એક અને તમિલનાડુમાં બે કેસ નોંધાયા છે.

    મીડિયા રિપોર્ટ્સ અનુસાર, HMPV વાઇરસ મુખ્યત્વે પીડિતનાં શ્વસનતંત્રને અસર કરે છે. તેના લક્ષણો ઘણા કિસ્સાઓમાં કોવિડ-19 જેવા જ હોય ​​છે. જો કે, આ વાયરસ મુખ્યત્વે શિશુઓ અને નાના બાળકોને ચેપ લગાડે છે. આ વાઇરસથી સંક્રમિત દર્દીમાં સૌથી સામાન્ય લક્ષણ ઉધરસ છે. આ સાથે હળવો તાવ, વહેતું નાક અથવા ગળામાં દુખાવો જેવી સમસ્યાઓ પણ થઈ શકે છે. કેટલાક કિસ્સાઓમાં વાઇરસથી સંક્રમિત થયા પછી ગંભીર લક્ષણો આવી શકે છે. શ્વાસ લેવામાં પણ તકલીફ થઈ શકે છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
apply