Skip to main content
Settings Settings for Dark

તેલગાંણામાં ઉમેદવારી પત્રો ભરવાનો આજે અંતિમ દિવસ

Live TV

X
  • મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન અને તેલંગાણામાં વિધાનસભા ચૂંટણી પ્રચાર તેજ બન્યો

    રાજકીય પક્ષોએ ચાર રાજ્યો છત્તીસગઢ, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને તેલંગાણામાં તેમનો ચૂંટણી પ્રચાર તેજ કર્યો છે. તેલંગાણામાં વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવવાનો આજે છેલ્લો દિવસ છે. સોમવારે ઉમેદવારી પત્રોની ચકાસણી કરવામાં આવશે. ઉમેદવારો આ મહિનાની 15મી તારીખ સુધી તેમના નામ પાછા ખેંચી શકશે. તેલંગાણામાં 119 વિધાનસભા સીટો માટે 30 નવેમ્બરે મતદાન થશે.

    રાજસ્થાનની તમામ 200 વિધાનસભા બેઠકો માટે 25 નવેમ્બરે મતદાન થશે. ગઈકાલે અહીં નામાંકન પરત ખેંચવાની તારીખ પૂરી થઈ હતી.છત્તીસગઢમાં વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં યોજાઈ રહી છે. પ્રથમ તબક્કામાં 7 નવેમ્બરે 20 વિધાનસભા બેઠકો માટે મતદાન થયું હતું.

    17 નવેમ્બરે મધ્યપ્રદેશની તમામ 230 બેઠકો સાથે છત્તીસગઢની 70 વિધાનસભા બેઠકો માટે મતદાન થશે. પાંચેય રાજ્યો - મિઝોરમ, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને તેલંગાણામાં મતગણતરી 3 ડિસેમ્બરે થશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
apply