દિલ્હીના દ્વારકા સેક્ટર-10મા રામલીલાનું કરાયું ભવ્ય આયોજન, પ્રધાનમંત્રી મુખ્ય મહેમાન તરીકે રહ્યા ઉપસ્થિત
Live TV
-
દિલ્હીના દ્વારકા સેક્ટર-10મા રામલીલાનું કરાયું ભવ્ય આયોજન, પ્રધાનમંત્રી મુખ્ય મહેમાન તરીકે રહ્યા ઉપસ્થિત
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે દિલ્હીના દ્વારકા સેક્ટરમાં આયોજીત રામલીલા સ્થાન ખાતે દશેરા પર્વે યોજાયેલા રાવણ દહન કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. પ્રધાનમંત્રી મોદીએ રામલીલા સ્થાન ખાતે પૂજા અર્ચના કરી હતી. આ પ્રસંગે સાંસદ પ્રવેશ વર્મા અને રામલીલા સમિતિના વ્યવસ્થાપક રાજેષ ગહલોત પણ ઉપસ્થિત રહ્યા હતા. રામલીલામાં રામ, સીતા, લક્ષ્મણ અને હનુમાનના પાત્ર કરી રહેલા કલાકારો તેમના પાત્રમાં મંચ પર ઉપસ્થિત હતા. તેમનું પણ પ્રધાનમંત્રી મોદીએ પૂજન કર્યું હતું. કાર્યક્રમમાં રામલીલાના અંશોનું મંચન પણ થયું હતું. કાર્યક્રમને સંબોધન કરતા પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું હતું કે આપણે રામની મર્યાદા જાણીએ છીએ અને સરહદી સુરક્ષા પણ જાણીએ છીએ. તેમણે કહ્યું કે આવતી રામનવમી એ રામલલ્લાનો સ્વર વિશ્વમાં ગુંજશે. કાર્યક્રમના અંતે રાવણ દહન થયું હતું.
