દિલ્હીમાં ચૂંટણી પ્રચારનો આજે છેલ્લો દિવસ, 5 ફેબ્રુઆરીએ મતદાન થશે
Live TV
-
દિલ્હીમાં આજે સાંજે 5 વાગ્યે પ્રચાર પડઘમ શાંત થશે
દિલ્હી વિધાનસભાની ચૂંટણી માટે આજે સાંજે પાંચ વાગે પ્રચાર પડઘમ શાંત થશે. વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ અંતિમ ચરણમાં પહોચી ગઇ છે. પાંચ ફેબ્રુઆરીના રોજ દોઢ કરોડથી વધુ મતદારો પોતાના મતાધીકારનો ઉપયોગ કરશે. રાજધાની દિલ્હીની 70 વિધાનસભા બેઠક પર કુલ 699 ઉમેદવારો મેદાનમાં છે. જેમાં 603 પુરૂષ અને 96 મહિલા ઉમેદવાર પોતાનું નશીબ અજમાવી રહ્યાં છે. મતગણતરી આઠ ફેબ્રુઆરીના રોજ હાથ ધરાશે. દિલ્હીની ચૂંટણીમાં દરેક મુખ્ય પક્ષોએ કોઇ કસર છોડી નથી. તમામ એડીચોટીનું જોર લગાવી રહ્યાં છે. પ્રચારના અંતિમ દિવસે ભાજપના નેતાઓ જનતા પાસે મતની અપીલ કરશે. ગૃહમંત્રી અમિત શાહ મેહરોલી, નજબગઢ, અને જનપુરામાં ચૂંટણી સભા યોજશે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા પણ બોરાડીમાં જનસભાને સંબોધન કરશે. કોંગ્રેસ પણ દિલ્હીમાં સત્તા મેળવવા અથાગ પ્રયત્ન કરી રહી છે. રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંઘી મલ્લિકાર્જુન ખડગે સહિત કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ પાર્ટી માટે રોડ શો સહિત ચૂંટણી પ્રચાર કરી રહ્યાં છે.
