Skip to main content
Settings Settings for Dark

દિલ્હી લાલ કિલ્લા પાસે કારમાં બ્લાસ્ટ, 8ના મોત

Live TV

X
  • રાષ્ટ્રીય રાજધાની દિલ્હીના લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન પર સોમવારે સાંજે વિસ્ફોટનો અવાજ સંભળાયા બાદ ગભરાટ ફેલાઈ ગયો. અહેવાલો અનુસાર, લાલ કિલ્લા મેટ્રો સ્ટેશનના ગેટ નંબર 1 પાસે વિસ્ફોટ થયો હતો.

    દિલ્હીના લાલ કિલ્લા મેટ્રો સ્ટેશનના ગેટ નંબર-1ની પાસે સોમવારના રોજ પાર્કિંગમાં ઊભેલી એક કારમાં અચાનક વિસ્ફોટ થયો. ધમાકા પછી આગ એટલી ઝડપથી ફેલાઈ કે આસપાસ ઊભેલી ત્રણ વધારે ગાડીઓ પણ સળગી ગઈ. આ વિસ્ફોટમાં 8 વ્યક્તિના મોત નીપજ્યા. બ્લાસ્ટનું કારણ હજી સ્પષ્ટ નથી. ઘણા ઘાયલોને LNJP હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે.

    માહિતી મળતા જ ફાયરની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી અને આગ પર કાબૂ મેળવ્યો. ફાયર વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે ધમાકાના કારણોની તપાસ કરવામાં આવી રહી છે. પોલીસે આખા વિસ્તારને ઘેરી લીધો છે અને ફોરેન્સિક ટીમ ઘટનાસ્થળ પર હાજર છે. આસપાસના CCTV ફૂટેજ તપાસવામાં આવી રહ્યા છે. દિલ્હીમાં હાઈ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
apply