દિલ્હી વાયુ પ્રદૂષણ મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી, સુપ્રીમ કોર્ટનો CAQMને ઠપકો
Live TV
-
અગાઉ, 28 સપ્ટેમ્બરના રોજ યોજાયેલી સુનાવણીમાં, કોર્ટે પરાલી સળગાવવા સામે અસરકારક પગલાં ન લેવા બદલ કમીશન ફોર એર ક્વોલિટી મેનેજમેન્ટ (CAQM)ને ઠપકો આપ્યો હતો.
કોર્ટે કહ્યું હતું કે પ્રદૂષણને કારણે ઈમરજન્સી જેવી સ્થિતિ છે. CAQM ને પૂછવામાં આવ્યું કે શું પરાલી બાળવામાં કોઈ ઘટાડો થયો છે? તમે કેમ પરાલી સળગાવવા સામે અસરકારક પગલાં લેતા નથી? જો કાયદાનો ભંગ થશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે એવો સંદેશો નહીં મોકલો તો આ જોગવાઈઓ માત્ર કાગળ પર જ રહેશે.
કોર્ટે એર ક્વોલિટી મેનેજમેન્ટ કમિશનને તેની સૂચનાઓનું પાલન ન કરવા બદલ દોષિત અધિકારીઓ સામે શિક્ષાત્મક પગલાં લેવા જણાવ્યું હતું. કોર્ટે કહ્યું હતું કે કમિશનનો કોઈપણ સભ્ય વાયુ પ્રદૂષણના મામલાઓ સાથે વ્યવહાર કરવા માટે લાયક નથી. શું તમે IIT જેવી કોઈ નિષ્ણાત એજન્સીને રોકી છે. ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા કહેવામાં આવ્યું કે તેઓએ NERE ના નિષ્ણાતો લીધા છે. ત્યારે કોર્ટે કહ્યું હતું કે અમે જોયું છે કે મીટિંગમાં ઘણા લોકો હાજર નથી. જો આવા સભ્યો હોય તો તેઓ સમિતિમાં રહેવા યોગ્ય નથી.
