દિલ્હી-NCR માં ભૂકંપના આંચકા: લોકો ભયભીત, તીવ્રતા 4.4 નોંધાઈ
Live TV
-
દિલ્હી-NCR માં ભૂકંપના આંચકા: લોકો ભયભીત, તીવ્રતા 4.4 નોંધાઈ
આજે સવારે 9.04 વાગ્યે દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાતા લોકોમાં ગભરાટ વ્યાપી ગયો હતો. આંચકા એટલા તીવ્ર હતા કે, ઘણા લોકો પોતાના ઘરો અને ઓફિસોમાંથી સુરક્ષિત સ્થળોએ દોડી આવ્યા હતા.
આશરે 7 થી 10 સેકન્ડ સુધી સતત અનુભવાયેલા આ આંચકાને કારણે દિલ્હી, નોઈડા અને ગાઝિયાબાદ સહિતના રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર (NCR)ના વિસ્તારોમાં ધરા ધ્રુજી ઉઠી હતી. ખાસ કરીને ગઈકાલથી જ દિલ્હીમાં ભારે વરસાદ પડી રહ્યો હોવાથી, ભૂકંપના આંચકા આવતા લોકો વધુ ભયભીત બન્યા હતા.
રિક્ટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા 4.4 માપવામાં આવી છે. ભૂકંપનું કેન્દ્ર હરિયાણાના ઝજ્જર જિલ્લામાં નોંધાયું હતું, જેના આંચકા દિલ્હી સુધી અનુભવાયા હતા. જોકે, હજુ સુધી કોઈ જાનહાનિ કે મોટા નુકસાનના અહેવાલ નથી.
