Skip to main content
Settings Settings for Dark

દેશની સુરક્ષાને લઈને I&B મંત્રાલયની પ્રાઇવેટ ટીવી ચેનલોને મહત્વપૂર્ણ એડવાઇઝરી

Live TV

X
  • દેશની સુરક્ષાને લઈને I&B મંત્રાલયની પ્રાઇવેટ ટીવી ચેનલોને મહત્વપૂર્ણ એડવાઇઝરી

    ભારત સરકારના સૂચના અને પ્રસારણ મંત્રાલય (Ministry of Information and Broadcasting - I&B) દ્વારા તમામ પ્રાઇવેટ સેટેલાઇટ ટીવી ચેનલો માટે એક મહત્વપૂર્ણ એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે. મંત્રાલયે સ્પષ્ટ નિર્દેશ આપ્યો છે કે, ચેનલો દ્વારા કોઈ પણ એવું કન્ટેન્ટ પ્રસારિત ન કરવું જોઈએ જે દેશની સુરક્ષા માટે ગંભીર જોખમ ઊભું કરી શકે.

    આતંકી વીડિયો પર પ્રસારણ ન કરવા આદેશ

    આ એડવાઇઝરી ખાસ કરીને આતંકવાદી સંગઠનો દ્વારા જારી કરાયેલા કથિત વીડિયો ક્લિપ્સના પ્રસારણને લઈને જાહેર કરવામાં આવી છે. મંત્રાલયે જણાવ્યું છે કે આ પ્રકારનું કન્ટેન્ટ સોશિયલ મીડિયા પર અને કેટલીક ચેનલો પર પ્રસારિત થઈ રહ્યું છે.

    આ પ્રકારના વીડિયો અને તેના સંબંધિત કન્ટેન્ટને પ્રસારિત ન કરવા માટે સખત સૂચના આપવામાં આવી છે, કારણ કે આવા પ્રસારણથી દેશની સુરક્ષા અને સંપ્રભુતા માટે ગંભીર સમસ્યા ઊભી થઈ શકે છે. સાર્વજનિક વ્યવસ્થા (Public Order) અને શાંતિ જોખમાઈ શકે છે.  મંત્રાલયે ચેનલોને યાદ અપાવ્યું છે કે તેઓ દેશના કાયદા અને પ્રસારણ સંબંધિત આચારસંહિતાનું ચુસ્તપણે પાલન કરે અને રાષ્ટ્રીય હિતને નુકસાન પહોંચાડે તેવા કન્ટેન્ટથી દૂર રહે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
apply