દેશભરમાં ઉજવવામાં આવી રહ્યો છે વિજયાદશમીનો તહેવાર
Live TV
-
વિજયાદશમી, જેને દશેરા તરીકે પણ ઓળખવામાં આવે છે, આ તહેવાર સમગ્ર દેશમાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. હિંદુ કેલેન્ડર મુજબ, વિજય દશમીનો તહેવાર દર વર્ષે શારદીય નવરાત્રીના સમાપન પછી બીજા દિવસે ઉજવવામાં આવે છે.
આ વખતે અશ્વિન મહિનાના શુક્લ પક્ષની દશમી તિથિ 24 ઓક્ટોબર 2023 છે. વિજયાદશમી, દુર્ગા પૂજાના 10મા દિવસે ઉજવવામાં આવે છે, જે અસત્ય, અહંકાર, જુલમ અને અનિષ્ટ પર સત્ય, ધર્મ અને સારાની જીતનું પ્રતીક છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, ભગવાન શ્રી રામે અધર્મ, અત્યાચાર અને અન્યાયના પ્રતીક રાવણનો વધ કર્યો હતો.
રાજનાથ સિંહ સુરક્ષા દળો સાથે દશેરાની ઉજવણી કરશે અને અરુણાચલ પ્રદેશના તવાંગમાં આજે શાસ્ત્ર પૂજા કરશે. તવાંગની મુલાકાત પહેલા રાજનાથ સોમવારે આસામના તેજપુર પહોંચ્યા હતા.
