Skip to main content
Settings Settings for Dark

દેશભરમાં 16 જાન્યુઆરીથી વિશ્વની સૌથી મોટી રસીકરણ ડ્રાઇવનો થશે પ્રારંભ

Live TV

X
  • આગામી તા.16 જાન્યુઆરી, 2021ના ​​રોજ એટલે કે, લોહરી, મકરસંક્રાંતિ, પોંગલ, માગ બિહુ, સહિતના તહેવારો પછી દેશભરમાં કોરોના સામેનું રસીકરણ ઝુંબેશ શરૂ કરવામાં આવશે. આવતીકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ અંગે તમામ રાજ્યોના મુખ્યમંત્રી સાથે બેઠક કરશે.

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોવિડ-19 ની સ્થિતિ અને કોવિડ-19ના રસીકરણ માટેની સજ્જતા અંગેની સમીક્ષા કરી હતી. આ સમિક્ષા બાદ પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યુ હતું કે, આગામી તા.16 જાન્યુઆરી, 2021ના ​​રોજ એટલે કે, લોહરી, મકરસંક્રાંતિ, પોંગલ, માગ બિહુ, સહિતના તહેવારો પછી દેશભરમાં કોરોના સામેનું રસીકરણ ઝુંબેશ શરૂ કરવામાં આવશે.
    તા. 16થી સમગ્ર દેશમાં હાથ ધરવામાં આવનાર કોરોના રસીકરણમાં સૌ પ્રથમ આરોગ્ય કર્મચારીઓ અને ફ્રન્ટ લાઇન કામદારોને અગ્રતા આપવામાં આવશે, જેની અંદાજિત સંખ્યા આશરે ત્રણ કરોડ જેટલી છે. ત્યાર બાદ  50 વર્ષથી વધુ વયના અને કો-મોર્બિડિટી ધરાવતા એવા 50 વર્ષથી નીચેની વ્યક્તિઓનો સમાવેશ કરવામાં આવશે. જેની સંખ્યા આશરે 27 કરોડની છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કોવિડ-19 રસીકરણ અંગે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની તૈયારીઓની સાથે દેશમાં કોવિડ-19ની સ્થિતિની સમિક્ષા કરવા માટે એક ઉચ્ચસ્તરીય બેઠક મળી હતી. આ બેઠકમાં કેબિનેટ સચિવ, પ્રધાનમંત્રીના પ્રધાન સચિવ, સ્વાસ્થ્ય સચિવ અને અન્ય સંબંધિત ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. 
    પ્રધાનમંત્રીએ કોવિડ-19ની વ્યવસ્થા સ્થિતિ સહિતના વિવિધ મુદ્દાઓને સાંકળીને તેની વિસ્તૃત અને વ્યાપક સમિક્ષા કરી હતી. ભારતમાં બનેલી બે રસી કોવિશિલ્ડ અને કોવેક્સિન માટે રાષ્ટ્રીય નિયામક દ્વારા આપાતકાલીન સુરક્ષા પ્રાધિકરણ અને ત્વરિત સ્વીકૃતિ આપવામાં આવી હતી. તેમજ તેની સુરક્ષા અને પ્રતિરક્ષાત્મકતા સ્થાપિત કરવામાં આવી હતી. આ સાથે જ ગુજરાતમાં પણ 16મી જાન્યુઆરીથી રસીકરણનું પ્રારંભ થશે. જેને લઈને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ટ્વિટ કરીને અભિનંદન પાઠવ્યા હતા. મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, ગુજરાતે આ રસીકરણ અભિયાનની શરુઆત માટેની તમામ પૂર્વ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
apply