દેશમાં કોરોના વાઇરસથી સંક્રમીત દર્દીઓની સંખ્યા 633 થઇ, 16 લોકોના થયા મોત
Live TV
-
કોરોના મહામારીનું સંક્રમણ ખાળવા માટે વિવિધ રાજયો એ પગલા ભરવાનું શરૂ કર્યું છે. દેશમાં કોરોના વાઇરસના કુલ 633 સક્રિય કેસ સામે આવી ચૂક્યા છે. 42 લોકોને સારવાર બાદ સાજા થઈ જતાં ડિસ્ચાર્જ કરાયા છે. દેશમાં કોરોના વાઇરસ અત્યાર સુધીમાં 16 લોકોનો ભોગ લઈ ચૂક્યો છે. જ્યારે 15 લાખ 24 હજારથી વધુ મુસાફરોનું એરપોર્ટ પર સ્ક્રીનીંગ કરવામાં આવ્યુ છે. આરોગ્ય મંત્રાલયે જણાવ્યું છે કે, દેશના અલગ અલગ રાજ્યોમાં કોરોના વાઇરસ માટે સરકારી હોસ્પિટલો ઉભી કરવાનું કાર્ય આરંભવામાં આવ્યું છે. તો હવે કોરોના વાયરસને વધુ ફેલાતો અટકાવવા માટે ગૃહવિભાગે પોલીસ તંત્રની સાથે પેરામીલેટરી ફોર્સની પણ મદદ લેવામાં આવી રહી છે. ગઈકાલે માર્ગ અને પરીવહનમંત્રી નીતીન ગડકરીએ જાહેરાત કરી હતી કે, દેશના ટોલ પ્લાઝા પર કર સંગ્રહ કરવાનું હાલ સ્થગિત રાખવામાં આવેલ છે. તો આ તરફ ગૃહમંત્રાલયના સંયુક્ત સચિવે જણાવ્યું કે, સરકાર એ સુનિશ્ચિત કરી રહી છે કે લોકડાઉન દરમિયાન જરૂરિયાતની વસ્તુઓ માટે લોકોને મુશ્કેલી ન પડે.
