Skip to main content
Settings Settings for Dark

નવી દિલ્હીમાં આજે ભારત અને ઓસ્ટ્રેલિયાના વિદેશ મંત્રીઓ અને સંરક્ષણ મંત્રીની બેઠક મળશે, ક્ષેત્રિય અને આંતરરાષ્ટ્રીય મુદ્દા પર કરાશે ચર્ચા

Live TV

X
  • સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ અને વિદેશમંત્રી એસ. જયશંકર જ્યારે ઓસ્ટ્રેલિયાના સંરક્ષણમંત્રી રિચર્ડ માર્લ્સ અને વિદેશ મંત્રી પેનીવોંગ આ મંત્રણામાં ભાગ લઇ રહ્યા છે

    ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટુ પ્લસ ટુ એટલે કે બંને દેશોના વિદેશમંત્રીઓ અને સંરક્ષણ મંત્રીઓ વચ્ચેની મંત્રણાનો આજથી આરંભ થયો છે. સંરક્ષણ મંત્રા રાજનાથ સિંહ અને વિદેશમંત્રી એસ. જયશંકર જ્યારે ઓસ્ટ્રેલિયાના સંરક્ષણમંત્રી રિચર્ડ માર્લ્સ અને વિદેશ મંત્રી પેનીવોંગ આ મંત્રણામાં ભાગ લઇ રહ્યા છે. 

    જે અતર્ગત આજે દિલ્હીમાં ભારત અને ઓસ્ટ્રેલિયાના વિદેશમંત્રીઓ અને સંરક્ષણ મંત્રીઓ વચ્ચે બેછક યોજાશે. જેમાં સુરક્ષા, વેપાર અને સહકાર મુદ્દે બન્ને દેશો ચર્ચા કરશે. તેમજ આગામી સમયને અનુલક્ષીને પરસ્પર સહયોગ વધારવા પર ભાર મુકવામાં આવશે.

    વિદેશ મંત્રાલયના જણાવ્યા મુજબ આ બેઠકમાં સંરક્ષણ, વેપાર, ઉર્જા અને વિજ્ઞાન સહિત વિવિધ ક્ષેત્રમાં દ્વિપક્ષીય સહકાર મજબૂત બનાવવા ચર્ચા થઇ રહી છે. એવી જ રીતે, પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ અંગે પણ ચર્ચા થશે. બંને પક્ષો બહુસ્તરીય સહકાર મજબૂત બનાવવા અગ્રતાના મુદ્દાઓ રજુ કરશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-06-2026 Max Temp : °C Min Temp : °C
apply