Skip to main content
Settings Settings for Dark

નવી દિલ્હીમાં બ્રિક્સ દેશોની 12મી પર્યાવરણ મંત્રીઓની બેઠકનું આયોજન

Live TV

X
  • નવી દિલ્હીમાં બ્રિક્સ દેશોની 12મી પર્યાવરણ મંત્રીઓની બેઠકનું આયોજન

    નવી દિલ્હીમાં આજે ભારતની અધ્યક્ષતામાં બ્રિક્સ દેશોના પર્યાવરણ મંત્રીઓની 12મી બેઠક યોજાઈ રહી છે। ભારતની બ્રિક્સ અધ્યક્ષતા 2026 અંતર્ગત આયોજિત આ મહત્વપૂર્ણ બેઠક વૈશ્વિક પર્યાવરણીય મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે એક ઉત્તમ મંચ પૂરો પાડશે.

    આ સમિટ ભારતની બ્રિક્સ 2026 ની મુખ્ય થીમ "સદ્ધરતા, નાવીન્ય, સહયોગ અને સતત વિકાસ" હેઠળ યોજાઈ રહી છે. આ મંત્રીસ્તરીય બેઠક અગાઉ, ગત 17 ઓગસ્ટે પર્યાવરણ કાર્યસમૂહ અને આબોહવા પરિવર્તન ટકાઉ વિકાસના સંપર્ક સમૂહના વરિષ્ઠ અધિકારીઓની બેઠક યોજાઈ ચૂકી છે. પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ બેઠક સભ્ય દેશો વચ્ચે મહત્વપૂર્ણ ચર્ચાઓ કરવા, પર્યાવરણીય સહયોગને વધુ મજબૂત કરવા અને સર્વસંમતિ સાધવા માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.

    ચર્ચાના મુખ્ય ચાર અગ્રિમ ક્ષેત્રો

    ભારતની અધ્યક્ષતા હેઠળ આ બેઠકમાં મુખ્યત્વે ચાર મુદ્દાઓ પર વિશેષ ભાર મૂકવામાં આવી રહ્યો છે. જાગૃત વપરાશ અને સામુદાયિક પદ્ધતિઓ દ્વારા પર્યાવરણીય પ્રતિબદ્ધતાઓને પ્રોત્સાહન, જંગલની આગનું સંચાલન, જમીન પુનઃસ્થાપન અને આપત્તિ સામે સ્થિતિસ્થાપકતા વધારવી,અસરકારક કચરાનું સંચાલન અને સંસાધન કાર્યક્ષમતા વધારવા માટેના નિયમનકારી અભિગમો, પરંપરાગત જ્ઞાન પર આધારિત સહયોગી પગલાં પર વિશેષ ભાર મૂકવામાં આવી રહ્યો છે.

    આ બેઠકથી તમામ બ્રિક્સ સભ્ય દેશો વચ્ચે પર્યાવરણ સંરક્ષણ અને આબોહવા પરિવર્તનના પડકારો સામે સામૂહિક લડત આપવા માટેની રણનીતિ વધુ મજબૂત બનશે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-08-2026 Max Temp : °C Min Temp : °C
apply