નાગાલેન્ડમાં નેશનલ સોશિયલિસ્ટ કાઉન્સિલ ઓફ નાગાલેન્ડના ખાપલાંગ જૂથ પર પાંચ વર્ષ માટે પ્રતિબંધ વધાર્યો
Live TV
-
કેન્દ્રીય ગૃહ મંત્રાલયે નાગાલેન્ડમાં નેશનલ સોસિયલ કાઉન્સિલ ઓફ નાગાલેન્ડના ખાપલાંગ જૂથ પર પાંચ વર્ષ માટે પ્રતિબંધ વધારી દીધો છે. ગૃહ મંત્રાલયે જણાવ્યું છે કે એનએસસીએન સંગઠન ગેરકાયદે અને હિંસક પ્રવૃત્તિ આચરતું રહ્યું છે. તે સંગઠન ભારત સરકાર, નાગાલેન્ડ, મણિપુર અને અરૂણાચલ પ્રદેશની સરકારોની સત્તાને નજરઅંદાજ કરીને લોકોમાં આતંક અને દહેશત ફેલાવી રહ્યું છે. આ સંગઠન અન્ય ગેરકાયદે સંગઠનો સાથે સંબંધો વિકસાવી રહ્યું હોવાના પણ આક્ષેપ છે. આ સંગઠન ખંડણી ઉઘરાવવા બિઝનેસમેન, સરકારી અધિકારીઓ અને અન્ય નાગરિકોના અપહરણ કરવાની પ્રવૃત્તિ આચરી રહ્યું છે. ગૃહમંત્રાલયના જાહેરનામામાં કહેવામાં આવ્યું છે કે ગેરકાયદે ગતિવિધી પ્રતિબંધક કાયદા 1967ની કલમ 3 હેઠળ મળેલી સત્તાનો ઉપયોગ કરતાં કેન્દ્ર સરકાર નેશનલ સોસિયલ કાઉન્સિલ ઓફ નાગાલેન્ડના ખાપલાંગ સહિતના તમામ જૂથોને ગેરકાયદે સંગઠન જાહેર કરવામાં આવેલ છે
