Skip to main content
Settings Settings for Dark

નાગાલેન્ડ અને મેઘાલય વિધાનસભાની ચૂંટણી માટે સોમવારે યોજાશે મતદાન

Live TV

X
  • નાગાલેન્ડ અને મેઘાલય વિધાનસભાની ચૂંટણીઓ માટેના જાહેર પ્રચારના પડઘમ શાંત થઇ ગયાં છે. આ બંને વિધાનસભાઓ માટે સોમવારે 27 તારીખે મતદાન યોજાશે. નાગાલેન્ડમાં એક વિધાનસભા બેઠક પર ભારતીય જનતા પક્ષના ઉમેદવાર બિનહરીફ વિજેતા જાહેર થઇ ચૂક્યા છે.

    વરિષ્ઠ પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે ચૂંટણી મુક્ત અને ન્યાયી વાતાવરણમાં શાંતિથી યોજાય તે માટે ચૂસ્ત બંદોબસ્ત કરાયો છે. નાગાલેન્ડને અડીને આવેલાં આસામ, મણીપુર અને અરૂણાચલ પ્રદેશની સરહદો સીલ કરી દેવાઇ છે. દૂર સુદૂરના વિસ્તારોમાં મતદાન માટેની સામગ્રી સાથે ચૂંટણી અધિકારીઓ આજથી જ રવાના થઇ ગયા છે. નાગાલેન્ડમાં 4 મહિલાઓ સહિત 183 ઉમેદવારોનું રાજકીય ભાવિ સોમવારે વીજાણુ મતદાન યંત્રોમાં સીલ થઇ જશે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-07-2026 Max Temp : °C Min Temp : °C
apply