Skip to main content
Settings Settings for Dark

નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે કેરળ અટ્ટિંગલમાં વિવિધ માળખાકીય ક્ષેત્રોના વિકાસ માટે કેન્દ્રીય યોજનાઓની નાણાકીય સહાય જાહેર કરશે

Live TV

X
  • મુદ્રા, સ્ટેન્ડ અપ ઈન્ડિયા, PM સ્વાનિધિ, PMEGP અને અન્ય જેવી વિવિધ કેન્દ્રીય યોજનાઓ હેઠળ 6,014.92 કરોડ રૂપિયાનું ભંડોળ વિતરિત કરવામાં આવશે.

    કેરળમાં કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સીતારમણ આજે અટિંગલમાં વિવિધ માળખાકીય ક્ષેત્રોના વિકાસ માટે કેન્દ્રીય યોજનાઓની નાણાકીય સહાયને રિલીઝ કરશે. કેન્દ્રીય વિદેશ અને સંસદીય બાબતોના રાજ્ય મંત્રી વી.મુરલીધરન પણ આ કાર્યક્રમને સંબોધશે. મુદ્રા, સ્ટેન્ડ અપ ઈન્ડિયા, PM સ્વાનિધિ, PMEGP અને અન્ય જેવી વિવિધ કેન્દ્રીય યોજનાઓ હેઠળ નોંધાયેલા 1,52,704 લાભાર્થી ખાતાઓ દ્વારા આ પ્રસંગે 6,014.92 કરોડ રૂપિયાનું ભંડોળ વિતરિત કરવામાં આવશે.
     
    નાબાર્ડના ગ્રામીણ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ફંડ હેઠળ 56.16 કરોડ મંજૂર પત્રો અને SIDBIના હસ્તક્ષેપ દ્વારા વિવિધ સંસ્થાઓને 3.32 કરોડ મૂલ્યના મંજૂરી પત્રો આ પ્રસંગે સોંપવામાં આવશે. આ પ્રસંગે કેન્દ્રીય નાણામંત્રી દ્વારા એસબીઆઈની કેશ વાન અને એટીએમ વાનને લીલી ઝંડી બતાવી રવાના કરવામાં આવશે. કેરળ ગ્રામીણ બેંકના પાંચ બેંકિંગ કોરોસ્પોન્ડન્ટને માઇક્રો એટીએમ પણ સોંપવામાં આવશે.
     
    સ્ટેટ બેંકિંગ કમિટીના નેતૃત્વમાં કેનેરા બેંક અને ઈન્ડિયન ઓવરસીઝ બેંક દ્વારા આયોજિત કાર્યક્રમમાં નાબાર્ડ, સિડબી અને વિવિધ બેંકોના પ્રતિનિધિઓ ભાગ લેશે. કેન્દ્રીય નાણામંત્રી સાંજે તિરુવનંતપુરમમાં 'ઇમર્જિંગ ભારત, ગ્રોઇંગ કેરળ' બિઝનેસ કોન્ક્લેવનું પણ ઉદ્ઘાટન કરશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
apply