નિર્ભયા કેસમાં કેન્દ્રની અરજી પર SCમાં પાંચ માર્ચે સુનાવણી
Live TV
-
નિર્ભયા દુષ્કર્મ અને હત્યા કેસમાં ચારેય દોષિતોને એક સાથે ફાંસી આપવાના દિલ્લી હાઈકોર્ટના નિર્ણયને પડકારતી કેન્દ્રની અરજી પર સુપ્રીમ કોર્ટ પાંચ માર્ચે સુનાવણી કરશે
સુપ્રીમ કોર્ટે 14 ફેબ્રુઆરીએ સ્પષ્ટ કર્યું કે ચારેય દોષિતોને અલગ-અલગ ફાંસી આપવાની કેન્દ્રની અપીલની સુનાવણીમાં મોડું થાય, તો તેની ફાંસીની નવી તારીખ નક્કી કરવામાં કોઈ અડચણ નહીં થાય..સત્ર અદાલત અનુસાર ચારેય દોષિઓની ફાંસી આપવાની તારીખ ત્રણ માર્ચ નિર્ધારિત કરવામાં આવી છે.. મહત્વનું છે કે દિલ્લી હાઈકોર્ટે પાંચ ફેબ્રુઆરીએ સત્ર અદાલતના આદેશ વિરુદ્ધ કેન્દ્રની અરજી રદ કરીને ફાંસી ટાળી દીધી હતી..
