Skip to main content
Settings Settings for Dark

નીચલી અદાલતોમાં ન્યાયાધીશોની નિમણૂક અંગે સુપ્રીમ કોર્ટનો નિર્ણય, ઉમેદવારો માટે ત્રણ વર્ષની પ્રેક્ટિસ જરૂરી

Live TV

X
  • સુપ્રીમ કોર્ટે નીચલી કોર્ટમાં ન્યાયાધીશોની નિમણૂકને લઈને આજે મંગળવારે (20 મે, 2025) મહત્ત્વનો ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે ચુકાદામાં જણવાવ્યું છે કે, તમામ હાઇકોર્ટ અને રાજ્યો સિવિલ જજ સિનિયર ડિવિઝન માટે વિભાગીય પરીક્ષા દ્વારા 10 ટકા પ્રમોશન વધારીને 25 ટકા કરવા માટે નિયમોમાં સુધારો કરશે. આ સાથે સુપ્રીમ કોર્ટે સિવિલ જજ જૂનિયર ડિવિઝનની પરીક્ષા માટે ઉમેદવારો પાસે ઓછામાં ઓછા ત્રણ વર્ષની લીગલ પ્રેક્ટિસનો અનુભવ હોવાનું જણાવ્યું છે. 

    સુપ્રીમ કોર્ટે આદેશમાં કહ્યું કે, 'બધી રાજ્ય સરકારો નિયમોમાં સુધારો કરશે જેથી ખાતરી કરી શકાય કે સિવિલ જજ જુનિયર ડિવિઝનની પરીક્ષા આપનાર કોઈપણ ઉમેદવાર પાસે ઓછામાં ઓછો 3 વર્ષનો પ્રેક્ટિસ અનુભવ હોવો જોઈએ. આ બાબત બારમાં 10 વર્ષનો અનુભવ ધરાવતા વકીલ દ્વારા પ્રમાણિત હોવી જોઈએ.'

    આ ઉપરાંત, ન્યાયાધીશો માટે કાયદા કારકુન તરીકે કામ કરેલો સમય પણ ઉમેરવામાં આવશે. તેમજ ન્યાયાધીશ તરીકે પસંદગી થયા પછી, તેમણે કોર્ટમાં કેસની સુનાવણી કરતા પહેલા એક વર્ષની તાલીમ લેવી પડશે. જ્યાં હાઈકોર્ટે સિવિલ જજ જુનિયર ડિવિઝનની નિમણૂકની પ્રક્રિયા શરૂ કરી દીધી હોય ત્યાં લઘુત્તમ પ્રેક્ટિસની જરૂરિયાત લાગુ પડશે નહીં. આ સાથે, આવી ભરતી પ્રક્રિયાઓ જે પેન્ડિંગ મામલાને કારણે મુલતવી રાખવામાં આવી હતી, તે હવે સુધારેલા નિયમો અનુસાર હાથ ધરવામાં આવશે.

    આ પહેલા સોમવારે સુપ્રીમ કોર્ટે નિવૃત્ત હાઈકોર્ટના ન્યાયાધીશોના પેન્શન અંગે ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે નિવૃત્ત હાઇકોર્ટના ન્યાયાધીશો માટે 'વન રેન્ક, વન પેન્શન'નો આદેશ આપ્યો છે. આ નિર્ણય CJI જસ્ટિસ બીઆર ગવઈની બેન્ચે આપ્યો છે. CJI જસ્ટિસ બીઆર ગવઈની આગેવાની હેઠળની બેન્ચે પોતાના આદેશમાં જણાવ્યું હતું કે, 'તેમની પ્રારંભિક નિમણૂકના સ્ત્રોતને ધ્યાનમાં લીધા વિના, પછી ભલે તે જિલ્લા ન્યાયતંત્રમાંથી હોય કે વકીલોમાંથી, તેઓ વાર્ષિક ઓછામાં ઓછા 13.65 લાખ રૂપિયા પેન્શન મેળવવા માટે હકદાર છે.'
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
apply