પ.બંગાળમાં ડાબેરી પક્ષે 25 બેઠક માટે ઉમેદવાર યાદી જાહેર કરી
Live TV
-
લોકસભા ચૂંટણી માટે ,C.P.I.M.ના ડાબેરી પક્ષ એ પશ્ચિમ બંગાળમાં 25 બેઠક માટે ઉમેદવારોની યાદી જાહેર કરી છે. જ્યારે 17 બેઠકો કોંગ્રેસ માટે છોડી છે. જો કે, કોંગ્રેસ તેનાથી સંતુષ્ટ નથી અને આશા વ્યક્ત કરી છે કે, વાતચીત દ્વારા મામલાનો ઉકેલ લવાશે. આજે પ્રદેશ કોંગ્રેસ કાર્યકારીણીની બેઠક છે. જેમાં ઉમેદવારોના નામો અંગે ચર્ચા થશે. જેને મોવડી મંડળની મંજૂરી માટે મોકલવામાં આવશે. આ અગાઉ ડાબેરી મોરચાએ રાયગંજ અને મુરાદાબાદ લોકસભા બેઠક માટે ઉમેદવારની જાહેરાત કરી લોકસભાની ચૂંટણીને ધ્યાને રાખીને 18 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. પોતાની ત્રીજી યાદીમાં કોંગ્રેસે આસામની પાંચ , મેઘાલયની -બે, નાગાલેન્ડ અને સિક્કીમની એક- એક,તેલંગણાની - આઠ , અને ઉત્તર પ્રદેશની - એક બેઠકના ઉમેદવારના નામની જાહેરાત કરી છે.
