Skip to main content
Settings Settings for Dark

પશ્ચિમ એશિયા સંકટ: PM મોદીએ ઉચ્ચ સ્તરીય બેઠક યોજી

Live TV

X
  • પશ્ચિમ એશિયા સંકટ: PM મોદીએ ઉચ્ચ સ્તરીય બેઠક યોજી

    પશ્ચિમ એશિયામાં વધી રહેલા તણાવ અને યુદ્ધ જેવી સ્થિતિને ધ્યાનમાં રાખીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રવિવારે કેબિનેટ કમિટી ઓન સિક્યુરિટી (CCS) ની મહત્વની બેઠક યોજી હતી. આ બેઠકમાં યુદ્ધના કારણે વૈશ્વિક અર્થતંત્ર અને ભારત પર પડનારી સંભવિત અસરોની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી.

    રાહત અને સુરક્ષાના પગલાં: 

    પીએમ મોદીએ ચાલુ અને સૂચિત રાહત કામગીરીની સમીક્ષા કરી હતી. ખાસ કરીને તેલ, ગેસ અને ખાતર જેવા આવશ્યક ક્ષેત્રોમાં સપ્લાય જળવાઈ રહે તે માટે ભાર મૂકવામાં આવ્યો હતો.

    મોંઘવારી પર લગામ: 

    પ્રધાનમંત્રીએ સ્પષ્ટ સૂચના આપી છે કે યુદ્ધના બહાને દેશમાં કાળાબજાર કે સંગ્રહખોરી ન થવી જોઈએ. આ માટે તેમણે રાજ્ય સરકારો સાથે યોગ્ય સંકલન સાધવા જણાવ્યું છે.

    આયાત માટે નવા વિકલ્પો: 

    કેમિકલ, ફાર્માસ્યુટિકલ્સ અને પેટ્રોકેમિકલ્સ ક્ષેત્ર માટે આયાતના નવા સ્ત્રોતો શોધવા અને ભારતીય માલ માટે નવા નિકાસ બજારો વિકસાવવા પર ચર્ચા થઈ હતી.

    ખેડૂતો અને સામાન્ય જનતાની ચિંતા

    બેઠકમાં એ વાતની ખાતરી કરવામાં આવી હતી કે આગામી ખરીફ સીઝન માટે ખેડૂતોને ખાતરની અછત ન વર્તાય. તેમજ દેશના પાવર પ્લાન્ટ્સમાં કોલસાનો પૂરતો સ્ટોક રાખવા આદેશ અપાયા છે જેથી ઉનાળામાં વીજળીની કટોકટી ઉભી ન થાય.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
apply