પશ્ચિમ બંગાળઃ સંદેશખાલી જઇ રહેલી ફેક્ટ ફાઇડીંગ ટીમને પોલીસે રોકી, આરોપી શાહજહા હજી પણ ફરાર
Live TV
-
પશ્ચિમ બંગાળમાં મહિલાઓની જમીનો લઇ લેવાના કેસમાં સંદેશખાલીમાં અનેકવાર હુમલાઓ થતા જાનહાનિ ઘટનાઓ અવારનવાર સામે આવી રહી છે, ત્યારે મમતા બેનરજી સરકાર સામે ભાજપે આક્ષેપો કર્યા છે.
પશ્ચિમ બંગાળમાં મહિલાઓની જમીનો લઇ લેવાના કેસમાં સંદેશખાલીમાં અનેકવાર હુમલાઓ થતા જાનહાનિ ઘટનાઓ અવારનવાર સામે આવી રહી છે, ત્યારે મમતા બેનરજી સરકાર સામે ભાજપે આક્ષેપો કર્યા છે. આ દરમિયાન રવિવારે વધુ તંગદીલી ભર્યુ વાતાવરણ સર્જાયુ હતુ. સંદેશખાલી જઇ રહેલી ફેક્ટ ફાઇડીંગ ટીમને પોલીસે રોકી હતી. આ સાથે કોલકતા સ્થિત પોલીસ સ્ટેશનમાં લઇ જવામાં આવ્યા હતા. જો કે ત્યાર બાદ તેઓને છોડી મુકવામાં આવ્યા હતા. જેના કારણે પોલીસે સંવેદનશીલ વિસ્તારમાં ધારા 144 લાગુ કરી દીધી હતી.
તો બીજીબાજુ ફેક્ટ ફાઇડીંગ ટીમના કેટલાક મેમ્બરોએ રાજ્યપાલ સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન રાજ્યપાલે ડીજીપીને તાત્કાલિક રીપોર્ટ પરત કરવા આદેશ કર્યો હતો. તો 5 જાન્યુઆરીએ ભીડમાં થયેલા હુમલાના કેસમાં આરોપી શાહજહા હજુ પણ ફરાર છે. જો કે EG ને ત્રણ વખત નોટીસ પણ ફટકારવામાં આવી છે. જો કે શાહજહાના બે સહયોગી પકડી પાડવામાં આવ્યા છે. પરંતુ મુખ્ય આરોપી હજુ પણ ફરાર છે.
