Skip to main content
Settings Settings for Dark

પશ્ચિમ બંગાળમાં બીજા તબક્કા માટે દિગ્ગજોનો ઝંઝાવાતી પ્રચાર, પક્ષોના પ્રહાર

Live TV

X
  • કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પૂર્વ બર્દવાનના જમાલપુર ખાતે વિશાળ જનસભા સંબોધીને હાવડા અને દક્ષિણ કોલકાતામાં ભવ્ય રોડ શો યોજ્યો.

    પશ્ચિમ બંગાળમાં બીજા તબક્કાનો ચૂંટણી પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે..  ભાજપના વરિષ્ઠ નેતાઓએ રાજ્યભરમાં ધુઆંધાર પ્રચાર કર્યો હતો.. જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પૂર્વ બર્દવાનના જમાલપુર ખાતે વિશાળ જનસભા સંબોધી હતી.. ત્યારબાદ, તેઓએ હાવડા અને દક્ષિણ કોલકાતામાં ભવ્ય રોડ શો યોજ્યો હતો.. તો, કેન્દ્રિય રક્ષામંત્રી રાજનાથ સિંહે હુગલીમાં જાહેર સભાને સંબોધી હતી.. જ્યારે, કેન્દ્રીય આરોગ્ય મંત્રી જે.પી. નડ્ડા અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે બર્ધમાન અને ઉત્તર 24 પરગણામાં ચૂંટણી રેલીઓ યોજી હતી..

    બીજી તરફ, સત્તાધારી તૃણમૂલ કોંગ્રેસ અને વિપક્ષી ગઠબંધને પણ જીત માટે એડીચોટીનું જોર લગાવ્યું છે. મુખ્યમંત્રી મમતા બેનર્જી અને અભિષેક બેનર્જીએ હુગલી, દમદમ, ભવાનીપુર, હાવડા અને બેહાલા જેવા વિસ્તારોમાં ડોર-ટુ-ડોર પ્રચાર કરી મતદારોનો સંપર્ક સાધ્યો હતો. મમતા બેનર્જીએ ગૃહમંત્રી અમિત શાહના નિવેદનો સામે આકરો વાંધો ઉઠાવી બંગાળની અસ્મિતાનો મુદ્દો છેડ્યો હતો. દરમિયાન, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કોલકાત્તાના શ્રીરામપુરમાં ચૂંટણી રેલીને સંબોધિત કરી હતી. આમ, પશ્ચિમ બંગાળમાં બીજા તબક્કાની ચૂંટણી માટે હાર-જીતના સમીકરણો રચવા દિગ્ગજ નેતાઓએ પ્રચારના મેદાનમાં તમામ તાકાત ઝોંકી દીધી છે.

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
apply