પશ્ચિમ બંગાળ સહિત 5 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત
Live TV
-
ભારતીય ચૂંટણી પંચે પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, કેરળ, આસામ અને પુડુચેરીમાં વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી દીધી છે. આ જાહેરાત સાથે જ તમામ રાજ્યોમાં આદર્શ આચારસંહિતા લાગુ થઈ ગઈ છે. આ 5 રાજ્યોમાં કુલ 824 બેઠકો પર અંદાજે 17.4 કરોડ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.
ચૂંટણીનું સંપૂર્ણ શિડ્યુલ:
ચૂંટણી પંચના જણાવ્યા મુજબ, પશ્ચિમ બંગાળમાં 2 તબક્કામાં મતદાન થશે, જ્યારે અન્ય તમામ રાજ્યોમાં 1 જ તબક્કામાં મતદાન પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે.1. ચૂંટણીના પ્રથમ તબક્કાની શરૂઆત: દક્ષિણ અને ઉત્તર-પૂર્વ ભારતથી થશે. 9 એપ્રિલ, 2026 ના રોજ એકસાથે ત્રણ મહત્વના પ્રદેશોમાં મતદાન યોજાશે. કેરળની તમામ 140 બેઠકો પર એક જ દિવસે મતદાન થશે. આસામ ની 126 બેઠકો પર પણ આ જ દિવસે મતાધિકારનો ઉપયોગ કરાશે. કેન્દ્રશાસિત પ્રદેશ પુડુચેરી ની 30 બેઠકો માટે પણ 9 એપ્રિલના રોજ જ વોટિંગ થશે.
2. તમિલનાડુમાં સત્તાનો સંગ્રામ
દક્ષિણ ભારતના સૌથી મોટા રાજકીય મેદાન એવા તમિલનાડુ માં પણ એક જ તબક્કામાં ફેંસલો આવશે. રાજ્યની તમામ 234 બેઠકો માટે 23 એપ્રિલ, 2026 ના રોજ મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.3. પશ્ચિમ બંગાળ: બે તબક્કામાં હાઈ-વોલ્ટેજ ડ્રામા
સૌથી વધુ ચર્ચિત એવા પશ્ચિમ બંગાળ માં આ વખતે ચૂંટણી પંચે મોટો ફેરફાર કર્યો છે. 2021 ના 8 તબક્કાના બદલે આ વખતે માત્ર 2 તબક્કા માં જ મતદાન પૂરું થશે:પ્રથમ તબક્કો: 23 એપ્રિલના રોજ 152 બેઠકો પર મતદાન થશે.
બીજો તબક્કો: 29 એપ્રિલના રોજ બાકીની 142 બેઠકો પર જનતા પોતાનો ચુકાદો આપશે.
4. ફાઈનલ ડે: 4 મે ના રોજ મહાપરિણામ
તમામ 5 રાજ્યોની કિસ્મત ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM) માં કેદ થયા બાદ, આખા દેશની નજર 4 મે, 2026 પર ટકેલી રહેશે. આ દિવસે સવારથી જ મતગણતરી શરૂ થશે અને સાંજ સુધીમાં સ્પષ્ટ થઈ જશે કે કયા રાજ્યમાં કોની સરકાર બનશે.ચૂંટણી પંચે આ વખતે 17.4 કરોડ મતદારો માટે 2.18 લાખથી વધુ મતદાન મથકો તૈયાર કર્યા છે. આ આંકડાઓ સાબિત કરે છે કે ભારતની લોકશાહી કેટલી વિશાળ છે.
