Skip to main content
Settings Settings for Dark

પીએમ મોદીની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠકમાં 2 રેલવે પ્રોજેક્ટને આપવામાં આવી મંજૂરી

Live TV

X
  • ખાનગી રોકાણકારોને પણ ફંડમાં રોકાણ કરવાની તક મળી શકે છે

    પીએમ નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેબિનેટ મીટિંગ મળી હતી. જેમાં કેટલાક મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યા હતા. કેબિનેટમાં લેવામાં આવેલા નિર્ણયો અંગે કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે માહિતી આપતા જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારે 2245 કરોડ રૂપિયાના ખર્ચે અમરાવતી રેલવે લાઇનને મંજૂરી આપી છે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે ક્હ્યું કે, રેલવે લાઇનથી 19 લાખ લોકોને રોજગારી મળશે.

    વાળી અને છઠ પૂજા પર 7000 વિશેષ ટ્રેન દોડાવવામાં આવશે

    અન્ય એક નિર્ણય વિશે માહિતી આપતાં અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, બિહારને ઉત્તર-પૂર્વ સાથે જોડવા માટે સરકારે 256 કિલોમીટરની રેલ્વે લાઇનને બમણી કરવાની મંજૂરી આપી છે. આ પ્રોજેક્ટ 87 લાખ નોકરીઓનું સર્જન કરશે. તેનાથી 162 કરોડ કિલો કાર્બન ઉત્સર્જન ઘટશે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે બિહાર પ્રોજેક્ટ પર 4,553 કરોડ રૂપિયા ખર્ચવામાં આવશે, તેમજ દિવાળી અને છઠ પૂજા પર 7000 વિશેષ ટ્રેન દોડાવવામાં આવશે.

    ખાનગી રોકાણકારોને પણ ફંડમાં રોકાણ કરવાની તક મળી શકે છે

    આ સિવાય સરકારે સ્પેસ સેક્ટર સ્ટાર્ટઅપ્સ માટે રૂ. 1,000 કરોડના વેન્ચર કેપિટલ ફંડને મંજૂરી આપી છે. આ ફંડ પ્રોફેશનલ ફંડ મેનેજર દ્વારા સંચાલિત કરવામાં આવશે. અશ્વિની વૈષ્ણવે કહ્યું ખાનગી રોકાણકારોને પણ ફંડમાં રોકાણ કરવાની તક મળી શકે છે. વેન્ચર કેપિટલ ફંડથી સેટેલાઇટ ટેક્નોલોજી અને સ્પેસ એપ્લિકેશન્સમાં નવીનતાને પ્રોત્સાહન આપવાની અપેક્ષા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
apply