Skip to main content
Settings Settings for Dark

પીએમ મોદી વિરુદ્ધ અશોભનીય સુત્રોચાર બદલ કોંગ્રેસ માંફી માંગે : કિરણ રિજિજુ

Live TV

X
  • કોંગ્રેસની રામલીલા મેદાનમાં યોજાયેલી 'વોટ ચોરી' વિરુદ્ધની રેલીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ અશોભનીય નારા લાગ્યા હોવાના આરોપ પર રાજકીય વિવાદ ઊભો થયો છે। કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ આની કડક ટીકા કરી છે અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે તેમજ વિપક્ષના નેતા રાહુલ ગાંધી પાસે દેશની જનતા સમક્ષ માફી માંગવાની માંગ કરી છે.

    કોંગ્રેસની રામલીલા મેદાનમાં યોજાયેલી 'વોટ ચોરી' વિરુદ્ધની રેલીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ અશોભનીય નારા લાગ્યા હોવાના આરોપ પર રાજકીય વિવાદ ઊભો થયો છે। કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ આની કડક ટીકા કરી છે અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે તેમજ વિપક્ષના નેતા રાહુલ ગાંધી પાસે દેશની જનતા સમક્ષ માફી માંગવાની માંગ કરી છે.

    રિજિજુએ સોમવારે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, "કોંગ્રેસની રેલીમાં પીએમ મોદી વિરુદ્ધ 'નીમ્ન સ્તરના નારા લાગ્યા હતા.લોકતંત્રમાં આવું શરમજનક સ્તર ક્યારેય જોવા ન મળ્યું છે. અમે રાજકીય વિરોધી છીએ, દુશ્મન નહીં. ભાજપ અને એનડીએ તરફથી ક્યારેય કોઈના માતા-પિતા કે મોતની વાત કરીને અપમાન કરવામાં આવ્યું નથી."તેમણે ઉદાહરણ આપતા કહ્યું કે, ૨૦૧૪માં ભાજપના એક સાંસદે વિપક્ષી નેતા વિરુદ્ધ ખોટા શબ્દો વાપર્યા ત્યારે પીએમ મોદીએ તરત જ માફી મંગાવી હતી. 

    રિજિજુએ કહ્યું, "રાજકીય લડાઈ અલગ છે, પણ કોઈ વિરોધીને મારવાની વાત કરવી એ કેવી માનસિકતા છે? વિશ્વ અને ૧.૪ અબજ લોકોના નેતા તરીકે પીએમ મોદીને ઓળખવામાં આવે છે, તેમની વિરુદ્ધ આવી વાતો દુઃખદ છે."રિજિજુએ કહ્યું કે માત્ર નિવેદન આપીને વાત પતી નથી, સંસદમાં ખડગે અને રાહુલ ગાંધીએ ખુલ્લેઆમ માફી માંગવી જોઈએ.

     આ ઘટનાના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે, જેમાં કેટલાક કોંગ્રેસ કાર્યકર્તાઓ આવા નારા લગાવતા જોવા મળે છે। ભાજપના અન્ય નેતાઓએ પણ આની ટીકા કરી છે અને કોંગ્રેસ પર નફરતની રાજનીતિ કરવાનો આરોપ લગાવ્યો છે.આ મામલે સંસદમાં પણ હોબાળો થયો હતો અને બંને ગૃહોની કાર્યવાહી મુલતવી રાખવી પડી હતી. રાજકીય વિશ્લેષકોના મતે આ વિવાદ શિયાળુ સત્ર દરમિયાન વિપક્ષ અને સત્તાપક્ષ વચ્ચે તણાવ વધારશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
apply